(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દેશમાં કોરોના કેસોમાં ઘટાડો થતો જઈ રહ્યો છે છતાં કાચબા ગતિએ નવા કેસો સામે આવી રહ્યા છે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૧૯૩ કોરોના નવા કેસ સામે આવતા કુલ કોરોના કેસોની સંખ્યા ૧,૦૯,૬૩,૩૯૪ પર પહોંચી ગઈ છે જોકે સારવાર હેઠળ ૧,૩૬૪૨૨ દર્દી છે. વધુ ૧૦,૨૪૧ સાજા થતા સાજા થનારની સંખ્યા ૧,૦૬,૬૬,૭૪૧થઈ છે.જ્યારે વધુ ૯૭ ના મોત થતા કુલ મૃતાક ૧,૫૬,૧૧૧ થયો છે. જ્યારે કે મહારાષ્ટ્રમાં નવા કેસ વધી રહ્યા છે તે જોતા ઉધ્ધવ સરકારે અમરાવતી માં શનિવાર રાત્રીથી સોમવાર સવારે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં બુધવારે ૪,૪૮૭ નવા કેસ સામે આવ્યા તે પૈકી અમરાવતી, અકોલા અને યવતમાનમાં વધુ કેસ મળી આવતા સરકારે અમરાવતી માં લોકડાઉન, જઃહેર કરવા સાથે ,યવતમાલમા કડક નિયંત્રણ સાથે શાળા-કોલેજો ૨૮ ફખબ્રુઆરી સુધી બંધ રાખવા આદેશ આપી દીધા છે. તો અકોલામાં પણ નિયમ લાદી દીધા છે. જોકે લોકડાઉન બાબતે તંત્ર વિચારણા કરી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં આણંદ ખાતે એક સપ્તાહમાં ૩૭ નવા કેસ નોંધાયા છે અને ૫૦ વ્યક્તિ હોમ કોરેન્ટાઈન છે ત્યારે આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડવા યુવાનોએ હલ્લા બોલ કરતા આરોગ્ય તંત્રએ તપાસ કરવા સાથે દવા આપવા ટીમો ઉતારી દીધી છે તે સાથે આમ પ્રજાએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.ત્યારે આવા સમયે કર્ણાટક હાઈ કોર્ટે એક અરજી અનુસંધાને ટીકા કરતાં કહ્યું કે રાજકીય પક્ષોની રેલીઓ દરમિયાન કોવિડ ૧૯ નિયમોનુ પાલન કરવામાં આવતું નથી તે શરમજનક છે તેમ કહી નારાજગી વ્યક્ત કરી છે….છતા રાજકીય ક્ષેત્રે તેની અસર દેખાતી નથી….!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તે વિસ્તારોમા ઉમેદવારો દ્વારા રસોડા ચાલુ થઈ ગયા છે જે સાથે સાંજ પછી ચૂંટણી કાર્યાલયો નજીક ફાફડા- જલેબી, ગોટા-ભજીયા, ચોળાફળી, દાબેલીના સેન્ટરો શરૂ થઈ જાય છે તો ચાની લારી પણ ગાજતી થઇ જાય છે… અને કાર્યકરો આવા નાસ્તા કરી ખાઈ પીને મોજ માણે છે. બીજી તરફ મતદારોમાં ચૂંટણી ઉત્સાહ ઓસરી ગયો છે કારણકે સોશિયલ મીડિયા પર ઉમેદવાર સાથે મહીલાઓની મારા મારીના વિડીયો, ઉમેદવારો સાથેની હાથાપાઈનો વિડીયો, ઉમેદવાર ઉમેદવાર વચ્ચેના ઝઘડાનો વિડીયો, ધારાસભ્ય પર સેક્સ માણી ઠુકરાવી દીધી હોવાના આક્ષેપનો વિડીયો ઉપરાંત જે તે સમયના કોર્પોરેટર તથા બળવાખોર ઉમેદવારનો વિડીયો, બળવાખોરોના પક્ષ વિરોધના વિડીયો વાયરલ થયા છે.ઉપરાત પેટ્રોલ-ડીઝલ રાંધણગેસના ભાવ વધારા સામે પ્રજામાં ભારે આક્રોશ છે. આમ પ્રજાજનોમાં આવી બાબતોને કારણે ભારે વિરોધ ફરી વળ્યો છે તે કારણે મતદાન ઓછું થાય તેવી સંભાવના વધી પડી છે…..!જો કે ભાજપાએ ગ્રામ્યથી લઈને શહેરની ચૂંટણીમાં ૨૮૧ બેઠકો બિન હરિફ મેળવી લીધી છે એટલે કોંગ્રેસ માટે કપરા ચઢાણ પણ હોઈ શકે ….! છતા મતદાન થવા પર મોટો આધાર છે….!?