ચૂંટણીમાં ભાજપને પાડી દો, સબક શિખવાડોઃ અમદાવાદમાં ભાજપ નેતાનો વિડીયો વાયરલ

0
22
Share
Share

અમદાવાદ,તા.૨૦

ભાજપમાં ટિકિટોના મુદ્દે છેલ્લીઘડીએ નિયમો થોપી બેસાડાતાં કેટલાંય સિનિયરોની ચૂંટણી લડવાની ઇચ્છા અધૂરી રહી ગઇ છે જેથી આંતરિક કકળાટ ચરમસિમાએ પહોંચ્યો છે. અમદાવાદમાં ભાજપના જ એક નેતાએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને પાડી દો અને બરોબરનો સબક શિખવાડો તેવી અપીલ કરી છે. ભાજપના નેતાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વેજલપુરના ભાજપના એક નેતાએ વિડીયો વાયરલ કરીને ભાજપ પર એવો આરોપ મૂકયો છેકે, આજે ભાજપનો મંત્ર બદલાયો છે. જનસઁઘની વિચારધારા વાળું ભાજપ રહ્યુ નથી. ભાજપનું કોગ્રેસીકરણ થયુ છે, પાર્ટી પાસે અમે જવાબ માંગીશું, તમે ધારો તેને ટિકિટો ન આપો

ભાજપનું આજે કોંગ્રેસીકરણ થયુ છે.પક્ષની એવી તો કઇ મજબૂરી છેકે, પક્ષપલટો કરનારાંને ટિકિટ આપવી પડે છે. ભાજપના કાર્યકરોની પક્ષમાં કામગીરી તો જુઓ.તમે મન ફાવે તેમ ટિકિટો આપી દો તે ન ચાલે. સરખેજ,વેજલપુર અને જોધપુરમાં રાજકીય સમીકરણો જોયા વિના જ ટિકિટો આપી દેવાઇ છે. ધારાસભ્યને કઇ પડી નથી. ભાજપના નેતાએ એવી ચિમકી આપી કે, ડરને લીધે કોઇ બોલતુ નથી પણ હવે કોઇકે તો બોલવુ જ પડશે.

આપણને પાર્ટી શું જવાબ માંગશે. ખરેખર તો,આપણે જ પક્ષનો જવાબ માંગવો જોઇએ. ભાજપના નેતાએ સમર્થકોને એવી ય અપીલ કરી કે, આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને પાડી દો.ભાજપને બરોબરનો સબક શિખવાડો. હવે બહું થયુ. ભાજપના નેતાની વિડીયો વાયરલ થતા ભાજપમાં હડકંપ મચ્યો છે. ભાજપને આ વખતે અસંતુષ્ટોની જ ભિતી છે.અસંતુષ્ટો જ ભાજપની જીતની બાજી બગાડી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here