(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દક્ષિણ ભારતમાં પગદંડો જમાવવા ભાજપાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે અને આવા સમયે જ પુડકચેરીમા કોંગ્રેસની સરકાર હતી જેમાં તેનાજ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ સરકાર ઘર ભેગી થઈ ગઈ છે. ટૂંકમાં દક્ષિણ ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.અને આ સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ ગઈ તે સાથે રાજ્યસભાની ખાલી પડેલી ૨ બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી પરંતુ કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા ન રાખતા રાજ્યસભાની બેઠક ભાજપ ઉમેદવારો બિન હરિફ જીત્યા છે. આવા સમય દરમિયાન દેશમાં કોરોના કેસોમાં વધારો થવા લાગ્યો છે જેમાં મહારાષ્ટ્ર કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ,ઉત્તરાખંડ રાજ્યોમામાં કોરોના કેસો ઝડપથી વધવા લાગ્યા છે જેમા મહારાષ્ટ્ર સરકારે મુંબઈ શહેરની શાળા-કોલેજો ખોલવા માટે નિર્ણય લેવાનો હતો તે મુલતવી રાખ્યો છે કારણ કે કોરોના કેસો વધવા લાગ્યા છે. તથા નાગપુરમાં શાળા-કોલેજો ખોલવા પર પાબંદી ફરમાવી દેવા સાથે સાપ્તાહિકી બજાર ખોલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ હોટેલ-રેસ્ટોરન્ટો ૫૦ ટકા ખાલી જગ્યા રાખીને રાત્રે ૯ વાગ્યા સુધીજ ખુલ્લા રાખી શકાશે તેવા આદેશ આપી દીધા છે.મુંબઈ શહેરમાં કોરોના કેસો વધવા લાગતા બિલ્ડિંગોમાં સધન મેડીકલ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે જેમાં જે બિલ્ડીંગનો માં ૫ થી વધુ કોરોના કેસો મળી આવતા આવી બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના અમરાવતી, આકોલા સહિત ૫ જિલ્લામાં કોરોના કેસો વધી ગયા છે. અમરાવતીમા કેસો વધી જતા લોકડાઉન નાખવામાં આવેલ છે… અને શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. બીજી તરફ એમ્સના વડા ડૉ.ગુલેરીયાએ દેશમાં બ્રિટનનો સ્ટ્રેન પ્રવેશી ગયો છે અને તે ખતરનાક હોવાની ચેતવણી આપી છે. ગુજરાત સરકારે રાજ્યમાં પ્રવેશ કરતા પ્રવાસીઓની સધન મેડીકલ તપાસ શરૂ કરી છે,કર્ણાટકે મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓમા કોરોના નેગેટીવ હોય તો તેને જ પ્રવેશ આપવાના આદેશ આપી દેવાયા છે. ટૂંકમાં લોકોએ પોતેજ કોરોનાથી સાવચેતી રાખવી પડશે……!!
દેશમાં ફરી એક વાર કોરોના કેસો વધવા લાગ્યા છે અને આવા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. જેમા ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી પરિણામ આવી ગયા છે. બીજી તરફ રાજ્ય ભરમા ત્રીજા દિવસે કોરોનાના ૨૦૦ ઉપરાત કેસો વધી ગયા જ્યારે અમદાવાદ શહેરમાં ત્રીજા દિવસે ૭૦ કોરોના કેસો સામે આવતા શહેરમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા માટે પુનઃ “રેપિડ એન્ટિજન ટેસ્ટના ડોમ શરૂ કરાવી દીધા છે. અગાઉ કોરોના નિયમોના ચૂંટણી પ્રચાર,રેલીઓ,સભાઓ વગેરે યોજાયા હતા જેમાં નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો સામેલ હતા તેમાં નિયમોની ઐસી તૈસી થવા છતા તંત્રએ આ માટે કોઈ પણ પગલા લીધા ન હતા. તો મતદાન સમયે મતદારોને હેન્ડ ગ્લોઝ આપવામા આવ્યા ન હતા. ઉપરાંત જ્યાં કાર્યકરોની ભીડ કે ટોળા હતા ત્યાં પણ કોઇના મોઢે માસ્ક ધારણ કરેલા જોવા મળતા ન હતા પરંતુ તંત્રએ કોઈ પગલા લીધા ન હતા. ત્યારે હવે કોરોના કેસો વધે કે પછી કોરોના વધુ પ્રમાણમાં ફેલાય તો તેને માટે જવાબદાર કોને કહીશું…..? હવે તો લોકોએ પોતેજ કોરોનાથી બચવા મોઢા પર માસ્ક ધારણ કરે,ડિસ્ટન્સ જાળવે એજ દરેકની સલામતી….બાકી કોઈ રાજકિય પક્ષ આ માટે જવાબદારી નહીં સ્વિકારે તે નિશ્ચિત…..!!