ચુડાઃ ચોરાઉ બાઈક સાથે ઝડપાયેલ તસ્કર બેલડીની ચાર બાઈક ચોર્યાની કબુલાત

0
20
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૬

સાયલા તાલુકાના સાંગોઈ ગામના વિજય કુકા શેખ અને રોહિત રણછોડ શેખ નામનાં બંને શખ્સ ચુડાના ચોકડી ગામની સીમમાં નંબર પ્લેટ વગરના બાઈક સાથે હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બંને શખ્સોને અટકાવી બાઈકના કાગળો વિશે પુછપરછમાં આકરી પુછપરછ કરતા ચાર બાઈક ચોરાઉ હોવાની કબુલાત આપતા ચાર બાઈક અને મોબાઈલ મળી રૂ.૯૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાથમિક તપાસમાં સાયલાના નોલી પેટ્રોલપંપ પાસે ચુડાના સમઢીયાળા અને વિંછિયાના ગોરૈયા અને લીંબડી બસ સ્ટેન્ડમાંથી ઉઠાવ્યા હતા. વધુ તપાસ ચુડા પોલીસ મથકના પી.એસ.આઈ જે આર.ડાંગર સહિતનો સ્ટાફ ચલાવી રહેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here