ચીન ૨૦૨૮માં અમેરિકાને પછાડી વિશ્વની મહાસત્તા બનશેઃ રિપોર્ટ

0
16
Share
Share

૫ વર્ષ પહેલા વિશ્વની સૌથી મોટી ઈકોનોમી બની જશે, ૨૦૩૦ સુધીમાં ભારત જાપાન કરતા આગળ નીકળી જશે, જર્મની ચોથાથી પાંચમા ક્રમે અને હાલ પાંચમા ક્રમે રહેલ બ્રિટન ૨૦૨૪માં છઠ્ઠા સ્થાને ચાલ્યુ જશે

વોશિંગ્ટન,તા.૨૬

ચીન ૨૦૨૮માં અમેરિકાને પછાડી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પહેલા માનવામાં આવતુ હતુ કે ચીન ૨૦૩૩ સુધીમા આ જગ્યાએ પહોંચશે પરંતુ કોવિડ-૧૯ મહામારીએ સ્થિતિ બદલી નાખી છે. ચીન ઝડપથી આ સંકટમાંથી બહાર આવી ગયુ છે જ્યારે અમેરિકાનું અર્થતંત્ર હજુ પણ સંઘર્ષ કરી રહ્યુ છે. આના કારણે ચીન અનુમાનથી પાંચ વર્ષ પહેલા જ અમેરિકા કરતા આગળ નીકળી જશે. સેન્ટર ફોર ઈકોનોમિકસ એન્ડ બીઝનેશ રીસર્ચ દ્વારા પોતાના વાર્ષિક રીપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે.

રીપોર્ટ અનુસાર પાછલા કેટલાક સમયમાં અમેરિકા અને ચીન વચ્ચે ઈકોનોમિક અને સોફટ પાવર સંઘર્ષ ચાલી રહ્યો છે. કોવિડ-૧૯ મહામારીએ તેને ચીનના પક્ષમાં લાવી દીધો છે. રીપોર્ટ અનુસાર ચીને શરૂઆતમાં જ લોકડાઉન લગાવી મહામારીને નિપટવામાં અત્યંત કુશળતા દાખવી. જ્યારે અમેરિકા હજુ પણ સંઘર્ષ કરી રહ્યુ છે. ચીનની ઈકોનોમી ૨૦૨૧-૨૫ દરમ્યાન ૫.૭ ટકાની ઝડપથી આગળ વધે તેવી શકયતા છે તે પછી તેની સ્પીડ થોડી ધીમી પડશે. ૨૦૨૬ થી ૨૦૩૦ દરમિયાન તે ૪.૫ ટકા રહી શકશે.

બીજી તરફ અમેરિકાનું અર્થતંત્ર લાંબા સમય સુધી કોવિડથી પ્રભાવિત રહેશે. ૨૦૨૨ થી ૨૦૨૪ વચ્ચે દેશની આર્થિક રફતાર ૧.૯ ટકા રહેવાનુ અનુમાન છે. તે પછી તે ૧.૬ ટકાની સ્પીડથી આગળ વધશે. જાપાન ૨૦૩૦ના દાયકાની શરૂઆત સુધી ડોલર ટર્મમાં વિશ્વનુ ત્રીજુ મોટુ માથુ બનશે તે પછી ભારત તેનાથી આગળ નીકળી જશે. તે પછી જર્મની ચોથાથી પાંચમા ક્રમે ખસકી જશે. અત્યારે પાંચમા ક્રમે રહેલ બ્રિટન ૨૦૨૪માં છઠ્ઠા સ્થાને ચાલ્યુ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here