ચીન સાથે સ્પષ્ટ અને સંતુલિત સંબંધ રાખવાની ટ્રમ્પની ઇચ્છાઃ પોમ્પીઓ

0
26
Share
Share

વૉશિંગ્ટન,તા.૨૫

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ચીન સાથે સ્પષ્ટ અને સંતુલિત સંબંધ ઇચ્છે છે તથા એક દેશ બીજા દેશને ડરાવે એ રીતના સંબંધો નહીં, એમ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓએ જણાવતાં ઉમેર્યું હતું કે બન્ને દેશ વચ્ચે સંતુલન જાળવવા માટે બીજિંગ સાથેના સંબંધોમાં આવશ્યક સુધારા કરવામાં આવ્યા છે.

૨૦૧૮માં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન સામે વેપાર યુદ્ધ જાહેર કર્યું હોવાને કારણે અમેરિકા અને ચીનના સંબંધોમાં તિરાડ પડી હતી તથા બીજિંગ સાથેની વેપારી ખાધ ઘટાડવાની માગ કરી હતી જે ૨૦૧૭માં ૩૭૫.૬ અબજ ડોલર હતી.

ચીન સાથેના સંબંધોમાં ખટાસ કોરોના વાઇરસને કારણે પણ આવી હતી. ટ્રમ્પે વારંવાર કહ્યું હતું કે કોરોના એ ચીન દ્વારા ફેલાયેલો વાઇરસ છે અને દાવો ર્ક્યો હતો કે બીજિંગ આ વાઇરસના ફેલાવાને રોકી શકવામાં નિષ્ફળ ગયું હતું. તેમ છતાં ચીને ટ્રમ્પના દરેક આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

‘અમે ચીન સાથે સ્પષ્ટ અને સંતુલિત સંબંધો જાળવી રાખવા માટે દરેક પ્રકારના પાસાંનો ઉપયોગ કરી રહ્યા છીએ જે અમારી પાસે ઉપલબ્ધ છે. અમેરિકા ચીનનું ત્યારે જ સ્વાગત કરશે જ્યારે તે સમાન, સ્પષ્ટ અને યોગ્ય રીતે સ્પર્ધા કરશે, પરંતુ આ તરફ ઘણી પડતીઓ જોઇ રહ્યા છે જેમાં અસંતુલિત સંબંધો વગેરેનો સમાવેશ થાય છે’, એમ વિસ્કોન્સિન સ્ટેટ કેપિટોલ ખાતે બુધવારે વિસ્કોન્સિન સ્ટેટ સેનેટ રોજર રોથ સાથેની વાતચીતમાં પોમ્પીઓએ જણાવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here