ચીન સંકટ માટે કેન્દ્રની નીતિઓ જવાબદારઃ સોનિયા ગાંધી

0
17
Share
Share

મહામારી અને એલએસી મુદ્દે મોદી સરકારે યોગ્ય પગલા ન ભર્યા હોવાનો મનમોહન સિંહનો આરોપ

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોના સંકટ અને ચીન સરહદ વિવાદ મુદ્દે આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ, પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ મોદી સરકાર પર નિશાન તાક્યું છે.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ’ભારત આજે એક ભયાનક આર્થિક સંકટ, મહામારી અને હવે ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર વિવાદના કારણે મુશ્કેલીની લપેટમાં છે. દરેક સંકટનું કારણ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએ સરકારનું કુપ્રબંધન અને તેની ખોટી નીતિઓ છે.’

આર્થિક સંકટ દૂર કરવાની સલાહ આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, આ સમયે સૌથી મોટી જરૂરિયાત ગરીબો, એમએસએમઈ સેક્ટરને મોટા પાયે રાજકોષિય પ્રોત્સાહન આપવાની છે. તેના બદલે મોદી સરકારે એક ખોખલા નાણાંકીય પેકેજની ઘોષણા કરી જે જીડીપીના એક ટકા કરતાં પણ ઓછું હતું.

વધુમાં જણાવ્યું કે, જ્યારે કાચા તેલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકાર સતત ૧૭ દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો કરી રહી છે. કોરોની સંકટ મામલે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના આશ્વાસન છતા કોરોના મહામારીનો કહેર ચાલુ છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને મદદનું આશ્વાસન આપ્યું પરંતુ એક પણ રૂપિયો ન આપ્યો.

આ તરફ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે જણાવ્યું કે, કોરોના સંકટનો સામનો કરવા માટે જે સાહસ અને પ્રયત્નની જરૂર છે તેના વડે મહામારીનો સામનો નથી થઈ રહ્યો. જો દૃઢતાપૂર્વક ચીન વિવાદનો અંત નહીં આવે તો ગંભીર સ્થિતિ સર્જાશે અને હું સોનિયાજીએ કરેલી ટિપ્પણીને સમર્થન આપું છું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here