ચીન મોટી સંખ્યામાં પરમાણુ સબમરિન નૌ સેનામાં સામેલ કરવાની ફિરાકમાં

0
17
Share
Share

બેઇજિંગ,તા.૧૩

ચીન પોતાની નૌ સેનાને વધારે મજબૂત બનાવવા માટે હવે પરમાણુ સબમરિન પર ફોકસ કરી રહ્યુ છે. બ્લૂ વોટર નેવી બનવા માટે ચીન હવે પરમાણુ સબમરિનનો મોટી સંખ્યામાં પોતાની નૌ સેનામાં ઉમેરો કરવા માંગે છે.આ મોરચે અમેરિકા ચીન કરતા બહુ આગળ છે અને ચીન એટલા માટે જ હવે ન્યુક્લિયર સબમરિન પર ફોકસ કરી રહ્યુ છે. મોટી સંખ્યામાં આવી સબમરિન બનાવવામાટે ચીન પોતાના શિપયાર્ડનુ વિસ્તરણ કરી રહ્યુ છે.આમ તેની પ્રોડક્શન કેપિસિટી વધી જશે.

ચીનની આ કાર્યવાહીનો ખુલાસો સેટેલાઈટ તસવીરોથી થયો છે.ચીન મોટા પાયે શિપયાર્ડનુ વિસ્તરણ કરી રહ્યુ છે.જેથી અહીંયા મોટી સંખ્યામાં અને ઝડપથી ન્યુક્લિયર સબમરિન બનાવી શકાય.આગામી ૧૦ વર્ષમાં ચીન ન્યુક્લિયર સબમરિનના મામલે દુનિયામાં ચર્ચાનો વિષય બનશે તેવુ નિષ્ણાતોનુ માનવુ છે.

શિપયાર્ડના વિસ્તરણ બાદ અહીંયા એક સાથે બે સબમરિનનુ નિર્માણ થઈ શકશે.આ સિવાય એક અન્ય પ્રોડક્શન ફેસિલિટી પણ ચીન પાસે છે.આમ ચીન એક સાથે ચાર થી પાંચ સબમરિન બનાવી શકશે.આ સબમરિનોને ઘાતક મિસાઈલથી સજ્જ કરવાની પણ ચીનની યોજના છે.

ચીનની તૈયારીઓથી ભારત અને અમેરિકાનુ ટેન્શન વધશે તે નક્કી છે.ભારતે પણ પોતાના કાફલામાં મોટી સંખ્યામાં અને ઝડપથી આવી સબમરિનોનો ઉમેરો કરવો પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here