ચીન ફરી વિશ્વાસઘાત કરી શકે છે

0
13
Share
Share

ગલવાન ખીણમાં અથડામણની જગ્યાએ ચીન બંકર બનાવી રહ્યુ છે….

ગલવાન ખીણના સેટેલાઇટ ફોટોથી કેટલીક નવી વિગત ખુલી રહી છે : ભારતને સાવધાન રહેવાની જરૂર : ચીની નાપાક હરકતો જારી રહી

લદ્દાકમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જોરદાર લોહિયાળ જંગ ખેલાયા બાદ દેશના નિષ્ણાંતો અને સંરક્ષણ અધિકારીઓ વચ્ચે સતત વાતચીત જારી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ચીન ભારતને સતત ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં છે. ચીન એકબાજુ શાંતિની વાત કરે છે પરંતુ બીજ બાજુ ભારતની સામે ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખે છે.પ્રાપ્ત માહિતી મુજબ ચીન હવે ગલવાન ખીણમાં લોહિયાળ અથડામણની જગ્યાએ બંકર બનાવી રહ્યુ હોવાની વિગત મળી રહી છે. આનો અર્થ એ થયો કે ચીન કેટલાક ઉશ્કેરણીજનક કૃત્ય કરી રહ્યુ છે. લદ્દાખમાં ગલવાન ખીણમાં ૧૫મી જુનના દિવસે હિંસક અથડામણ થઇ હતી. આ લોહિયાળ અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. આવી જ રીતે ભારતની જવાબી કાર્યવાહીમાં ચીનના ૪૦થી વધારે જવાનો માર્યા ગયા હતા. ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે કેટલાક દોરની વાતચીત થઇ ગઇ છે. જેના અંતે બંને દેશો પીછેહટ કરવા માટે તૈયાર થયા છે. જો કે ગલવાન ખીણમાં સેટેલાઇટ મારફતે પાડવામાં આવેલા ફોટાથી જોઇ શકાય છે કે ચીનની ગતિવિધી રોકાઇ રહી નથી. ચીનની ઇચ્છાને લઇને ફરી પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસીસ  દ્વારા ગલવાન ખીણમાં કેટલાક સેટેલાઇટ ફોટા સપાટી પર આવ્યા છે. જે પૈકી જાણવા મળે છે કે ચીન ગલવાન ખીણમાં અથડામણની જગ્યાએ હવે બંકર બનાવવામાં વ્યસ્ત છે. આ જગ્યાએ હવે ચીને નાનીન નાની દિવાળો બનાવી લીધી છે. ખીણ પણ બનાવી લીધી છે. નવેસરના ફોટાના કારણે ચીનના ખતરનાક ઇરાદા અંગે માહિતી મળી શકે છે. એમ માનવામાં આવે છે કે વાતચીતની આડમાં ચીન પોતાની સૈન્ય શક્તિને મજબુત કરવામાં વ્યસ્ત છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેન આર્મી પેન્ગોગ સો સરોવર  વિસ્તારમાં હજુ પણ પ્રભુત્વ ધરાવે છે. એટલ જ નહી બલ્કે ચીનની નાની નાની ટુકડીમાં સેના જામી ગઇ હતી. પેન્ગોગ સોના ૧૯ કિલોમીટર દક્ષિણ વિસ્તારમાં ચીનની સ્થિતી વધારે મજબુત હોય છે. અત્રે નોંધનીય છે કે ભારત અને ચીનની વચ્ચે વાતચીત બાદ બેઝિગે કહ્યુ છે કે સરહદ પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બંને દેશો શાંતિપૂર્ણ માહોલમાં રહેવા માટે ઇચ્છુક છે. જો કે ચીન ફરી એકવાર ભારત સાથે રમત રમી શકે છે. ભારત અને ચીન વચ્ચે હવે તંગદીલી ઘટી ગઇ છે. બંને દેશો વચ્ચે વાતચીત બાદ ડ્રેગન પૂર્વીય લદાકના ટેન્શનવાળા વિસ્તારમાં પોતાના સૈનિકોને દુર કરવા માટે કટિબદ્ધ છે. સુત્રોએ કહ્યુ છે કે પૂર્વીય લદ્દાકથી સેનિકોને દુર કરવા માટે સહમતી થઇ ગઇ છે. ચીનના અનુભવને લઇને વધારે સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે ચીન વારંવાર ભારત સાથે ચેડા કરે છે. હાલમાં ચોક્કસપણે પીછેહટ કરી ગયુ છે પરંતુ તે ફરી દુસાહસ કરી શકે છે. ભારત તરફથી સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે એલએસી પર પાંચમી મે પહેલા જેવી સ્થિતી હતી તેવી સ્થિતી હવે રહેવી જોઇએ. ભારતે પોતાની તરફથી સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ હતુ કે ચીનને તેના સેનિકોને પરત ખેચવાની જરૂર છે ફિંગર ચારથી લઇને ફિંગર આઠ સુધી ઉંચાઇવાળા વિસ્તારમાં ચીને કબજો જમાવ્યો હતો. જો કે હાલમાં પેન્ગોન્ગને લઇને સ્થિતી વિસ્ફોટક બનેલી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ચીનના જવાનો અહીંથી પીછેહટ કરવા માટે તૈયાર નથી. ચીને આ વિસ્તારમાં કેટલાક નવા બંકર બનાવી લીધા છે. ફિંગર ચારથી લઇને ફિંગર આઠ સુધી આઠ કિલોમીટર વિસ્તારમાં ચીને કબજો જમાવ્યો છે. જાણકાર લોકો કહે છે કે પ્લાન મુજબ ચીની સૈનિકો પેન્ગોન્ગ સોને પણ છોડી શકે છે. પેન્ગોન્ગ સોમાં હાલમાં ચીની જવાનોને દુર કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યુ છે. ચીન સાવધાનીપૂર્વક રહીે ભારતની સામે પગલા લેવા માંગે છે. જો કે ભારત હવે ચીનને જવાબ આપવાની સ્થિતીમા છે.લોહિયાળ જંગ બાદ  ચીનની વિશ્વભરમાં ટીકા થઇ રહી છે. સાથે સાથે ભારતીય જવાનોના સાહસની પ્રશંસા થઇ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here