ચીન-પાકિસ્તાનની જુગલબંધી ખતરનાકઃ આર્મી ચીફ નરવણે

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૨

આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું કે દેશની સેના ન ફક્ત પૂર્વી લદ્દાખમાં બલ્કે ઉત્તરી બોર્ડર પર પણ હાઈ એલર્ટ મોડમાં છે. આ સેના દરેક પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાના વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લુ વર્ષ પડકારોથી ભરેલું હતુ. બોર્ડર પર તણાવ હતો અને કોરોના સંક્રમણનું સંકટ પણ હતુ. પરંતુ તેનો સફળતા પૂર્વક સામનો કર્યો છે.

સેના પ્રમુખ એમ એમ નરવણેએ કહ્યું કે પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી સંકટ પેદા કરી શકે છે અને અથડામણની આશંકાને દુર નહીં કરી શકાય. તેમણે કહ્યું કે અમારી ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તર તરફની તૈયારી છે અને કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર છીએ.

લદ્દાખ અને ઉત્તરી સીમાની તૈયારીઓ વિશે જણાવતા કહ્યું કે સેનાએ ઠંડીને લઈને સંપૂર્ણ તૈયારી કરી છે. લદ્દાખની સ્થિતિની જાણકારી આપતા સેના પ્રમુખે કહ્યું કે અમને શાંતિપૂર્વકના સમાધાનની આશા છે. પરંતુ અમે કોઈ પણ આકસ્મિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ. આ માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારી સંપૂર્ણ છે.

સેના પ્રમુખે કહ્યું કે પૂર્વ લદ્દાખમાં અમે સતર્ક છીએ. ચીનની સાથે કોર્પ્સ કમાન્ડર લેવલની ૮ દોરની વાર્તા થઈ ચૂકી છે આપણે આગલા રાફન્ડની વાર્તાનો ઈન્કાર કરી રહ્યા છીએ. અમને આશા છે કે સંવાદ અને સકારાત્મક પહેલથી આ મુદ્દાનું સમાધાન શોધી શકાય છે. તેમણે કહ્યું કે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા અમારી તૈયારી ઉચ્ચ સ્તરની છે.  અને અમારી સેનાનું મનોબળ પણ ઉંચું છે.

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન હજું પણ આતંકવાદની સાથે છે પરંતુ આતંકવાદની સાથે આપણી નીતિ ઝીરો ટોલરન્સની છે. આપણે આપણા પસંદના સમય, સ્થાન, અને લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવાનો પોતાનો અધિકાર સુરક્ષિત રાખ્યો છે. આ સ્પષ્ટ સંદેશ આપણે સીમા પાર બેસેલા પડોશી દેશને આપ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here