ચીન ઝૂક્યુઃ અ.પ્રદેશના પાંચ ભારતીય નાગરિકોને પરત સોંપ્યા

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૨

અરૂણાચલ પ્રદેશના ઉપરી સુવનસિરીમાં રસ્તો ભૂલી ગયેલા અને ચીનની બોર્ડરમાં ઘુસી ગયેલા પાંચ ભારતીય નાગરિકો ભારતમાં પરત ફર્યા છે. ચીની સૈનિકોએ વાચાની નજીક તેને ભારયતી સૈનિકોના હવાલે કર્યા છે.

ચીન કોઈકને કોઈક નવા પેંતરા કરીને ભારતની સમસ્યા વધારવા અને તેને અન્ય બાબતોમાં વ્યસ્ત રાખવાના પ્રયત્નો કરતુ રહ્યું છે. આવું જ તેણે થોડા સમય પહેલા કર્યુ હતુ. ચીની સેનાએ ૫ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યુ હતુ. આ મુદ્દે તેણે શરુઆતમાં આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે તે પહેલાથી અરુણાચલને પોતાનું ગણાવતુ આવ્યું છે. જોકે સારા સમાચાર એ છે કે આજે ચીની સેના એ ૫ ભારતીયોને મુક્ત કર્યા છે.

ચીન દ્વારા ભારતીયોના આપહરણના મામલામાં સારા સમાચાર છે. ચીને ૫ અરુણાચલના યુવાનોનુ અપહરણ કર્યુ હતું . જો કે આજે ચીનની સેના ૫ ભારતીયોને ભારતને સોંપશે. સરહદ પાસેના ગામમાંથી ચીને યુવકોનું અપહરણ કર્યુ હતું . ચીન પર દબાણ થતા યુવકો પોતાની પાસે હોવાનુ સ્વિકાર્યુ હતુ. પાંચેય યુવકો શિકાર કરવા જંગલમાં ગયા હતા. પાંચેય યુવકોને ચીનની સેના ગશ્તી સેક્ટર સેરા-૭થી લઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંન્ગ એરિંગે દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના ઉપરના સુબનસિરી જિલ્લાના ૫ લોકોને કથિત રીતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના માધ્યમથી અપહરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય નનોન્ગ એરિંગે ઁર્સ્ંને ટ્‌વીટ કરી આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here