ચીને સરહદ પર આવેલી નેપાળની ૬૪ હેક્ટર જમીન પચાવી પાડી

0
8
Share
Share

ચીને અમારા ૪૪ જિલ્લાની ૧૫૮ એકર જમીન પર કબજો કર્યો, ઁસ્ પાછી અપાવેઃ ત્રણ સાંસદોની માંગ

કાઠમાંડૂ/બેઇજિંગ,તા.૨૫

સરહદને લઇને ભારત સામે આક્રમક વલણ દાખવનાર નેપાળની ઓલી સરકાર ચીન મુદ્દે મોઢા સીવી લીધા છે. ઓલી સરકારના આ વલણખી વિપક્ષી નેતા સતત સરકાર પર પ્રેશર વધી રહી છે. તાજેતરમાં નેપાળના સર્વે વિભાગ દ્વારા એક રિપોર્ટમાં ચીનના અતિક્રમણને લઇને સરકારને ચેતવવામાં આવ્યાં છે.

નેપાળી કોંગ્રેસના સાંસદ દેવેન્દ્ર રાજ કંડેલ, સત્યનારાયણ શર્મા ખનાલ અને સંજય કુમાર ગૌતમે બુધવારના રોજ સંસદમાં એક સંકલ્પ પ્રસ્તાવ રજુ કરાવ્યો છે. જેમાં ચીન દ્વારા પચાવી પાડેલી નેપાળની જમીન પરચ લેવા અંગે સુચિત કરવા કહેવામાં આવ્યું છે.

નેપાળ અને ચીનની વચ્ચે ૧૪૧૪.૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. તેમાંથી સરહદી વિસ્તારના કેટલાય ભાદ પર ચીને કબ્જો કરી લીધો છે.

ચીને સરહદ પર આવેલા ૯૮ પીલરને નષ્ટ કરી નેપાળની જમીન પર કબ્જો કરી લીધો છે. હાલ આ સમચાર નેપાળમાં હેડલાઈન બન્યો છે. સરકારે પણ ચીને કબ્જે કરેલી જમીન પાછી લેવાના પ્રયાસ અંગે સંસદમાં માહિતી આપી અને આ વિસ્તારમાં આવેલા વિસ્તાર અને ગામડાઓની સ્થિતિ અંગે પણ આજાણકારી આપી. ઓલી સરકારે રજુ કરેલા સંકલ્પપત્રમાં કહ્યું નેપાળની ૬૪ હેક્ટર જમીન પર ચીને કબ્જો કરી લીધો

નેપાળના ગોરખા, સોલુખુમ્બુ, દારચુલા, દોખલા, હુમલા સહિતાના કેટલાય જિલ્લામાં ચીને જમીન કબ્જે કરી લીધી છે. આ જ રીતે નેપાળ અને ચીની સરહદ નક્કી કરતા પિલ્લરને જ નષ્ટ કરી નાખ્યાં છે.

જણાવીદીએ કે ચીન નદીઓના પ્રવાહની દિશા બદલી નેપાળ-ચીનની પ્રાકૃતિક સરહદને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here