ચીને શ્રીલંકાની મદદથી ભારતની સમુદ્રી ગતિવિધિઓ પર નજર રાખવાનું શરુ કર્યું

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

એક તરફ એલએસી પર ભારત અને ચીન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલો વિવાદ હજી ઉકેલાયો નથી ત્યાં ચીને હવે સમુદ્રમાં પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું છે. ચીને હવે શ્રીલંકાની મદદથી ભારતની સમુદ્રી ગતિવિધિઓ પર નજર રાખવા અવળચંડાઈ શરૂ કરી દીધી છે.

ચીને શ્રીલંકામાં બે સૈન્ય જહાજ તૈનાત કર્યા છે. ચીને એક મહિના કરતાં વધુ સમયથી બે જહાજો મોકલી રાખ્યા છે. આ બન્ને જહાજોનું સત્તાવાર કામ તો દરિયાઈ સંશોધન માટેનું છે. પણ દરિયાઈ સંશોધનની આડમાં આ બંને જહાજ ભારતીય નૌકાદળની અને ખાસ તો ભારતની સબમરિનોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા આઠ-દસ વર્ષથી ચીની જહાજો નિયમિત રીતે શ્રીલંકાની મુલાકાતે આવતા રહે છે.

ચીન સમયાંતરે કેટલાક જહાજો સંશોધન માટે મોકલે છે. આ જહાજોમાં દરિયાઈ સંશોધન માટેના અન્ડર વોટર એક્ટિવિટીની નોંધ કરવાના બધા સાધનો હોય છે. પરંતુ ભારતીય નૌકાદળને શંકા છે કે આ ચીની જહાજો દરિયાઈ સંશોધનના બહાને ભારતીય નૌકાદળની દરેક  હિલચાલની નોંધ રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ૧૫મી સદીમાં શ્રીલંકાના દરિયા કાંઠે એક ચીની જહાજ ડૂબી ગયું હતું. આ જહાજના સંશોધન હેતુથી ચીને બે રિસર્ચ વેસલ મોકલ્યા છે. પરંતુ આ બંને જહાજોની કેટલીક પ્રવૃત્તિ એવી છે જે જહાજનો ભંગાર શોધવાને બદલે જાસૂસી કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here