ચીની સૈનિકો ફોટા પડાવવા બંદૂકમાં નિશાન તાકે છે

0
25
Share
Share

ચીનની સેના યુધ્ધાભ્યાસની તસવીરો શેર કરીને ફસાઈ ગઈ : સોશિયલ મીડિયા ઉપરની તસવીરો ટ્રોલ થઈ

નવી દિલ્હી, તા. ૨૪

લદાખમાં ઘણી વખત ભારતીય સરહદની નજીક યુદ્ધાભ્યાસની તસવીરો અને વીડિયો શેર કરીને મનોવૈજ્ઞાનિક દબાણ બનાવાની કોશિષ કરનાર ચીનના દુષ્પ્રચારની પોલ ખુલી ગઇ છે. ચીને સરકારી ટીવી ચેનલ સીસીટીવી દ્વારા તિબેટીયન ક્ષેત્રમાં ૪૭૦૦ મીટરની ઉંચાઇ પર ચીની સેનાના યુદ્ધાભ્યાસની તસવીરો શેરીને પોતે જ ખરાબ રીતે ફસાઇ ગયો છે. હવે ચીની સેના (પીએલએ)ની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. ખરેખર ચીનની સત્તાવાર ટીવી ચેનલ સીસીટીવી દ્વારા શેર કરેલી તસવીરો બતાવે છે કે ચીની સૈનિક ગોળી ચલાવવા માટે નિશાન સાંધી રહ્યા છે. તેમાં સૈનિક રાઇફલમાં લાગેલા પેરિસ્કોપને જોઇ નિશાન સાધી રહ્યા છે. આ તસવીર ખેંચવામાં ચીની દુષ્પ્રચાર તંત્રથી મોટી ભૂલ થઇ ગઇ છે. ખરેખર ચીની સૈનિકો ફક્ત ફોટોગ્રાફ્સ ખેંચાવા માટે નિશાન સાંધી રહ્યા હતા. ચીની સૈનિકો જે સમયે નિશાન બનાવતા હતા તે સમયે તેમના પેરિસ્કોપમાં રબરનો આગળનો ભાગ ઝૂકેલો હતો. આવી સ્થિતિમાં ચીની સૈનિકો પેરિસ્કોપ વગરનું નિશાન સાધી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે તેઓ અસલમાં નિશાન લગાવી રહ્યા છે. રબરનો ભાગ ઝૂકેલો હોવાથી ચીની સૈનિકોનું સટીક નિશાન સાંધવું અશક્ય હતું. આ અભ્યાસ પર સીસીટીવીએ દાવો કર્યો હતો કે ચીની સૈનિકો ૪૭૦૦ મીટરની ઉંચાઇ પર લક્ષ્ય સાંધી રહ્યા છે. ઓસિન્ટ નિષ્ણાત કર્નલ વિનાયક ભટ્ટે ચીની સૈનિકોના નકલી અભ્યાસનો પર્દાફાશ કર્યો છે. ચીનનું દુષ્પ્રચાર તંત્ર ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવા અને પોતાની પ્રજાને ખુશ કરવા માટે આવા વીડિયો અને ફોટા મૂકવાનું ચાલુ રાખે છે. આની પહેલા પણ ચીનનો દાવો ઉલટો પડી ચૂકયો છે અને તેની થૂં-થૂં થઇ ચૂકી છે. આની પહેલાં ચીને ડરાવવા માટે મિસાઇલ લોન્ચરના કદના એક બલૂનને પેઇન્ટ કરીને હવા ભરી દીધી હતી. હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે ચીનના પ્રોપગેન્ડા ફેલાવનાર તંત્ર એ તેને મિસાઇલ લોન્ચર બતાવીને શેર કરવાનુ શરૂ કરી દીધું. જો કે ગડબડીથી તેના આ દાવાની હવા નીકળી ગઇ અને તેની જોરદાર કિરકિરી થઇ.

ચીનની આ યુક્તિનો શિકાર તેની પોતાની સિસ્ટમ બની ગયું. અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ ચીની ટેન્કના વીડિયોને લઇ ડ્રેગનની જોરદાર કિરકિરી થઇ હતી. પાછલા દિવસોમાં સોશિયલ મીડિયા પર શેર થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે તેની એક એમ્ફિબિયસ ટેન્ક જે પાણીની અંદર અને બહાર બંને રીતે કાર્ય કરી શકે છે તે પોતે જ ડૂબી જાય છે. એવું કહેવામાં આવે છે કે ચીન પાણીના રસ્તે જ તાઇવાનને નિશાન બનાવવાની ફિરાકમાં છે. એવામાં આ વીડિયો એ તેની ગુણવત્તા પર પ્રશ્ન ઉભો કરી દીધો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here