ચીનનો સામનો કરવા અમેરિકા એશિયામાં મીડિયમ રેન્જની મિસાઇલો તૈનાત કરશે

0
25
Share
Share

વોશિંગ્ટન/બેઇજિંગ,તા.૧૭

દુનિયાની મહાશક્તિઓ જે પ્રકારે તૈયારીઓ કરી રહી છે ત્યારબાદ વિશ્વ યુદ્ધ થવાની આશંકા વધી રહી છે. આ એક એવું યુદ્ધ હશે જે ધરતીનો વિનાશ કરી શકે છે. આ જંગ માનવતા માટે સૌથી વધી અભિશાપ સાબિત થઈ શકે છે જેનાથી કેટલા લોકોનો જીવ જશે એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

હાલ મહાયુદ્ધના જોખમ સંબંધિત સૌથી મોટા સમાચાર અમેરિકાથી આવી રહ્યાં છે. કારણ કે અમેરિકા એશિયામાં પોતાની મીડિયમ રેન્જની મિસાઈલો તૈનાત કરવાનું વિચારી રહ્યું છે.

ચીન નાં પરમાણુ હથિયારોને અમેરિકા દુનિયા માટે મોટું જોખમ માની રહ્યું છે અને તેને પહોંચી વળવા માટે શું રણનીતિ બનાવવી જોઈએ તેના પર વિચાર કરી રહ્યું છે.

આ જાણકારી વોશિંગ્ટનના ટોપ આર્મ્સ કન્ટ્રોલ નેગોશિએટર માર્શલ બિલિંગસ્લીએ આપી છે. અમેરિકાના આ પ્લાન બાદ સમગ્ર દુનિયામાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે શું મહાશક્તિઓ વચ્ચે થનારા યુદ્ધમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ થશે.

આ બધા વચ્ચે ચીન અમેરિકાનો મુકાબલો કરવા માટે મોટા પાયે પરમાણુ બોમ્બ ભેગા કરવાની વાત કરી રહ્યું છે તો અમેરિકા એવું હથિયાર  બનાવી રહ્યું છે કે જેના વિશે આજ સુધી કોઈએ સાંભળ્યું નથી કે જોયું નથી.

હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે હાલ અભૂતપૂર્વ સૈન્ય ઉપકરણ બનાવવા પર કામ કરી રહ્યા છીએ જે આજથી પહેલા ક્યારેય જોયા નહીં હોય.

અમારી પાસે જે મિસાઈલ છે હું તેને સુપર ડુપર મિસાઈલ કહીશ અને મેં સાંભળ્યું છે કે તેમની પાસે હાલ જે મિસાઈલ છે તેનાથી ૧૭ ગણી સારી મિસાઈલ અમારી પાસે છે.

આ જાહેરાત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે સંકેત આપી દીધો કે તેઓ ચીને છોડવાના નથી. ચીનને જે તાકાત પર ખુબ ઘમંડ છે તેને કચડી નાખવાનો અમેરિકાએ નક્કી કરી લીધુ છે.

અત્રે જણાવવાનું કે અમેરિકા એવી હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરી રહ્યું છે કે જેની ઝડપનો મુકાબલો કરવાની વાત તો દૂર રહી તેની આજુબાજુ પણ કોઈ ફરકી શકે તેમ નથી.

આ હાઈપરસોનિક મિસાઈલ ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલ બંનેના ફિચર્સથી લેસ છે. લોન્ચિંગ બાંગ આ મિસાઈલ પૃથ્વીની કક્ષાથી બહાર જતી રહે છે અને પછી ટાર્ગેટ પર નિશાન સાધે છે. ખુબ ઝડપ હોવાના કારણે તે રડારની પકડમાં પણ આવતી નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here