ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે T-90 ટેન્ક તૈનાત કરી

0
13
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

પૂર્વ લદ્દાખમાં સરહદ ઉપર વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે સતત વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ચીન આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો આગ્રહ વ્યક્ત કરી રહ્યું છે, જો કે તે ચાલબાજી કરવામાંથી પણ પાછળ હટી રહ્યું નથી. ચીનની પીઠમાં છરો ભોંકવાની ટેવથી પરિચિત ભારત પણ તેને હળવાશમાં લેવા માંગતુ નથી અને સરહદ પર ગલવાનવેલી ખાતે તમામ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. ભારતે ગલવાન સેક્ટરમાં છ ટી-૯૦ ટેન્કો તૈનાત કરી છે.

ભારતીય લશ્કરે સરહદ પર ટી-૯૦ ભીષ્મ ટેન્કોને ખડકવાનો નિર્ણય ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની કેટલીક હિલચાલને ધ્યાનમાં રાખીને કર્યો છે. ચીને ગલવાન વેલી ખાતે અનેત સ્થળે નિર્માણ કામગીરી હાથ ધરી છે. લશ્કર એલએસી પાસે પોતાના ક્ષેત્રની અંદર મુખ્ય ઊંચાઈવાળા સ્થાને હથિયારો તૈનાત કરી રહ્યું છે.

૧૫૫ એમએમ હોવિત્ઝરની સાથે ઈન્ફેન્ટરી યુદ્ધ વાહનોને પૂર્વ લદ્દાધમાં ૧૫૯૭ કિ.મી. લાંબી એલએસી પર તૈનાત કરાયા છે. ચીન તરફથી કોઈપણ ખતરાનો સામનો કરવા ચુશુલ સેક્ટરમાં પણ સેનાએ બે ટેન્કો તૈનાત કરી દીધી છે. ચીનની સેના આ ક્ષેત્રમાંથી એલએસીથી પરત જવા માટે સોદાબાજી કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય લશ્કરે પોતાનું વલણ સ્પષ્ટ જણાવતા કહ્યું છે કે તે એક ઈંચ જમીન પણ છોડશે નહીં.

લશ્કરના કમાંડરોના મતે ભારત સરહદને લઈને લંબાયેલા વિવાદ પર સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજીતરફ ચીન જો કોઈ પગલું ભરે છે તો ભારત પણ જડબાતોડ જવાબ આપવા સંપૂર્ણ રીતે સજજ છે. ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં માર્શલ આટ્‌ર્સની તાલીમ આપેલા સૈનિકોને તૈનાત કરવાનો પ્રોપોગેન્ડા અખત્યાર કર્યો છે. જ્યારે હકીકતમાં વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય જવાનોની સામે ટક્કરમાં ઊભા રહેવું ચીનના સૈનિકો માટે મુશ્કેલ છે. ૧૯૮૪ પછી ભારતીય સેનાને ઊંચાઈ ધરાવતા સ્થળો પર યુદ્ધ માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here