ચીનનું ઇંધણથી સંચાલિત રોકેટ કુઆઇઝાઉ-૧૧ લોંચ સેંટરમાં જ તૂટી પડ્યુ

0
38
Share
Share

બેઇજિંગ,તા.૧૦

આર્થિક અને સૈન્ય મહાશક્તિ બનવાના સપના જોઈ રહેલું ચીન અવકાશી ટેક્નોલોજી ક્ષેત્રે પણ દુનિયા આખીમાં રાજ કરવાના સપના જોઈ રહ્યું છે. પરંતુ ચીનને અહીં પણ જોરદાર ઝાટકો લાગ્યો છે. ચીનનું સૌથી મોટું ઘટ્ટ ઈંધણથી સંચાલિત રોકેટ કુઆઈઝાઉ-૧૧ પશ્ચિમોત્તર ચીનના જિકઉક્વાન સેટેલાઈટે લોંચ સેંટરમાં જ ધડાકાભેર તુટી પડતા ચીનની આબરૂના ધજાગરા થયા હતાં.

આજે શુક્રવારે સ્થાનિક સમયાનુંસાર બપોરે ૧૨ઃ૧૭ વાગ્યે સેટેલાઈટ તુટી પડવાની આ ઘટના ઘટી હતી. ચીની અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સેટેલાઈટ નિષ્ફળ જવાના કારણોની તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

ચીને તેની આદત પ્રમાણે ઓછા પૈસે અવકાશમાં ઉપગ્રહ મોકલવા માટે આ સેટેલાઈટની ડિઝાઈન બનાવી હતી. ચીનને દ્દાવો કર્યો હતો કે આ રોકેટ ખુબ જ વિશ્વસનીય છે. પરંતુ પહેલી જ સફરમાં ચીનના આ દાવાની હવા નિકળી ગઈ હતી. આ રોકેટ લગભગ ૭૦.૮ ટન વજનનો પેલોડ ઉઠાવવાની ક્ષમતા ધરાવતુ હતું.

આ ચીની ઉપગ્રહ અવકાશની નિચલી કક્ષામાં ઉપગ્રહોને સ્થાપિત કરવાનું કામ કરે છે. આ અગાઉ આ જ વર્ષે મે મહિનામાં દુનિયા આખી કોરોના વાયરસની મહામારીનો સામનો કરવામાં વ્યક્ત હતી ત્યારે ચીને પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું અને પોતાના સ્પેશ સ્ટેશન પર કાર્ગો લઈ જવાના ઈરાદે એક રોકેટ લોંચ કર્યું હતું પણ ટેક્નિકલ ખામીના કારણે તે પણ નિષ્ફળ ગયું હતું. જોકે તે સમયે કોઈ મોટી દૂર્ઘટના ઘટી નહોતી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here