ચીનની શરત ફગાવી પૈંગોંગથી સાથે જ હટવા ભારતનું દબાણ

0
12
Share
Share

સરહદ વિવાદ ખતમ કરવા ચીને શરત રાખી હતી પણ ભારતે બન્ને તરફથી સેના હટશે એમ સ્પષ્ટ કહ્યું છે

નવી દિલ્હી,તા.૧૭

પૂર્વ લદાખ સરહદ પર તણાવ ખતમ કરવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીનના ઈરાદા સફળ નથી થઈ રહ્યા. તેણે શરત રાખી હતી કે પહેલા ભારતીય સેના પૈંગોંગ લેકના દક્ષિણ કિનારા પર એડવાન્સ્ડ પોઝિશનથી પાછળ જાય. ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું છે કે, જો સેનાઓ હટશે તો બંને તરફથી હટશે. એક તરફની એક્શન નહીં હોય. ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, ભારતે ચીનના અતિક્રમણનો જવાબ આપતા સાત જગ્યાઓ પર લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલને પાર કરી છે. ઓગસ્ટના અંતમાં ભારતીય સૈનિકોએ ચુશૂલ સબ-સેક્ટરમાં પોતાના પેટ્રોલિંગ પોઈન્ટથી આગળ જઈને એડવાન્સ્ડ પોઝિશન્સ પર પકડ કરી. હવે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે. બીજી તરફ ચીની ટુકડીની નજર પણ સ્પાંગુર ગૈપની સાથે મોલ્દો પર છે. આ ઘટના ક્રમ બાદ ચીનનું વર્તન બદલાયું છે. રિપોર્ટ મુજબ, આપણે સાત જગ્યાઓ પર ન્છઝ્ર પાર કરી છે. ન્યૂઝપેપરમાં સૂત્રના ઉલ્લેખની કહેવાયું છે કે, શું તમને લાગે છે કે ચીન હવે ટેબલ પર વાતચીત માટે તૈયાર છે? તેમણે કહ્યું, હાલની વાતચીતમાં તે ઈચ્છતા હતા કે ભારત પહેલા દક્ષિણ કિનારાની પોઝિશન ખાલી કરી દે. ભારતે માગણી કરી કે એક સાથે બંને પક્ષ લેકના બંને કિનારાથી પાછળ હટે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન પાસે કોર કમાન્ડર સ્તર પર સાત રાઉન્ડ વાતચીત થઈ ચૂકી છે. રાજનીતિક સ્તર પર પણ ચીનના વલણને લઈને ભારત સાવધાન છે. મોસ્કોમાં બંને દેશોના રક્ષા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓની વાતચીત છતા જમીન પર ચીનની અકડ બદલાઈ નથી. ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું, હાલમાં એલએસી પર સ્થિતિ એવી જ છે. પરંતુ હવે ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. ઘણી જગ્યાઓ પર તાપમાન માઈનસ ૧૦ સુધી પહોંચી ગયું છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં અહીં તાપમાન માઈનસ ૩૦થી ૪૦ સુધી પહોંચી જશે. શક્ય છે કે ચીન તે સમયે પોતાના સૈનિકોની સંખ્યા થોડી ઓછી કરે. ઈર્સ્‌ટર્ન લદાખમાં પૈંગોંગ લેકના ઉત્તર કિનારે એટલે કે ફિંગર એરિયામાં ફિંગર-૪ પાસે, પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે રિજાંગ લા, રિચિંગ લા પાસે પણ ભારત અને ચીનના સૈનિકો આમને-સામને છે. આ ઉપરાંત પીપી-૧૭ અને ડેપસાંગ વિસ્તારમાં પણ બંને દેશોના સૈનિકો આમને સામને છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here