ચીનની બેવડી નીતિઃ યુએનમાં કહ્યું અમે શાંતિ ઇચ્છીએ છીએ

0
16
Share
Share

બેઇજિંગ/યુએન,તા.૩

પાડોશી દેશ ચીનનો બેવડો ચહેરો સામે આવ્યો છે. લદ્દાખમાં સારી રીતે પિટાયા બાદ ચીને સંયુક્ત રાષ્ટ્રના મંચથી દુનિયાને શાંતિનો પાઠ સંભળાવ્યો છે. ભારતમાં ઘુસણખોરની પ્રયત્ન કરનારા ચીને કહ્યુ છે કે તેઓ શાંતિ ઈચ્છે છે.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભાષણ આપ્યુ જેમાં કહ્યુ કે ચીન ક્યારેય કોઈને ભડકાવતુ નથી.પરંતુ અમને ભડકાવવામાં આવ્યા તો અને પાછા નહી પડીએ. અમે ચીનની સંપ્રભુતા અને પ્રતિષ્ઠાનો બચાવ કરીશું.

છેલ્લા કેટલાક દિવસોમાં લદ્દાખ સરહદે ચીની સૈનિકોએ ઘુસણકોરીના પ્રાયસો કર્યા છે. તેવા સમયે જ ચીનના વિદેશ પ્રધાનનું આવુ નિવેદન ચીનનું બેવડુ વલણ સ્પષ્ટ કરે છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યુ કે ચીન વિશ્વશાંતિનું સમર્થક રહ્યુ છે. પીપલ્સ રિપબ્લિકની સ્થાપના બાદ ચીને ક્યારેક યુદ્ધ માટે ભડાકાવવાનો પ્રયત્ન કર્યો નથી કે અન્યની જમીન પર એક ઈંચનો કબ્જો કર્યો નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here