ચીનની નવી ચાલ, સૈન્ય અને કૂટનીતિક વાર્તા સાથે પૂર્વ લદ્દાખમાં સૈન્ય હાજરી વધારી

0
18
Share
Share

લદ્દાખ,તા.૨૫

લદ્દાખના ઉત્તરમાં આવેલા ગલવાન ખીણમાં સૈન્ય મુઠભેદ બાદ ભારત અને ચીન વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ થઇ ચુકી છે. સહદ પર સેનાની હાજરી ઘટાડવાની વાતચીતની વચ્ચે પૂર્વ લદ્દાખમાં બગ ઓલ્ડીમાં ચીન સૈન્યનો જમાવડો કરી રહ્યો છે.  છેલ્લાં કેટલાંક દિવસથી ચીન ગલવાન ઘાટી પર દાવો કરી રહ્યું છે પરંતુ ભારત તેને એવો દાવો બતાવી રહ્યું છે કે જેમાં કોઇ તથ્ય જ નથી.

ચીનની લઇને રોજ નવા કાવતરાનો પર્દાફાશ થઇ રહ્યો છે.  તણાવ ઓછો કરવા માટે ભારતની તરફથી વાતચીતનો ક્રમ ચાલુ છે, ત્યા ચીને સૈન્ય અને કૂટનીતિક વાર્તા કરવાની સાથે પૂર્વ લદ્દાખમાં પેંગોંગ સો, ગલવાન ઘાટી, અને અન્ય ટકરાવવાળા વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી પણ વધારી રહ્યું છે.

દેપસાંગ વિસ્તારમાં ૨૦૧૩માં ચીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, એટલા માટે જ ભારત પહેલાથી જ તૈયાર હતું. ચીનની સરખાણીએ ભારતની સેનાએ પણ અહીં પોતાની હાજરી વધારી છે અને ચીનની તમામ હરકતનો મૂંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

સોમવારના રોજ  બંને દેશોની સેનાઓના ટોચના કમાન્ડરોની બેઠક યોજાઇ જે કલાકો સુધી ચાલી હતી. આ દરમ્યાન બંને પક્ષોમાં સહમતી બની કે તેઓ પૂર્વ લદ્દાખમાં તમામ સંઘર્ષ બિન્દુઓ પર ગતિરોધને ધીમે-ધીમે ઓછો કરશે. બંને પક્ષોની વચ્ચે બુધવારના રોજ કૂટનીતિક વાર્તા પણ થઇ. આ ઘટનાક્રમોની વચ્ચે સેના પ્રમુખ જનરલ નરવણે એ બુધવારના રોજ પૂર્વ લદ્દાખના અગ્રીમ મોરચાવાળા ક્ષેત્રોનો પ્રવાસ કર્યો અને સેનાના અભિયાન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી.

ઉલ્લેખનીય છે કે ૧૫મી જૂનના રોજ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલ હિંસક ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિક શહીદ થયા હતા. ક્ષેત્રમાં ચીનની તરફથી નજર રખાતી ચોકીઓનું નિર્માણ થતા આ સંઘર્ષ થયો હતો. પરંતુ ભારત આકરા વલણ છતાંય ચીનની સેના એ ફરીથી ૧૪મા પોઇન્ટની પાસે કેટલાંક ટેન્ટ ઉભા કરી દીધા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here