ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોરોનાની ઝપટમાં? અટકળો થઇ તેજ

0
11
Share
Share

બેજિંગ,તા.૧૬

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાસ્થ્યને લઇ અટકળોનું બજાર ગરમ છે. બુધવારના રોજ હોંગકોંગની નજીક શેન્જેનમાં એક કાર્યક્રમ દરમ્યાન ચીની રાષ્ટ્રપતિ વારંવાર ઉધરસ ખાતા દેખાયા. ભાષણની છેલ્લી ૧૦ મિનિટમાં એટલી બધી ઉધરસ આવવા લાગી કે પોતાનું ભાષણ થોડીકવાર માટે રોકવું પડ્યું. જો કે ત્યાંના સરકારી મીડિયાએ જિનપિંગના સ્વાસ્થ્યને લઇ કોઇ પણ રિપોર્ટ રજૂ કર્યો નથી. સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર જિનપિગના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ કરાઇ રહ્યું હતું. જ્યારે તેમને ઉધરસ આવવા લાગી તો ટીવી ચેનલ વારંવાર તેમના ઉધરસવાળા વિઝયુલને કાપવાનું શરૂ કરી દીધું.

જો કે આ દરમ્યાન ઓડિયોમાં તેમની ઉધરસનો અવાજ સંભળાઇ રહ્યો હતો. એક આવા વિઝયુઅલ પણ દેખાયા જેમાં શી જિનપિં પોતાના મોં પણ હાથ રાખી રહ્યા હતા. ઑડિયોમાં રાષ્ટ્રપતિ જિનપિંગ પોતાના ગળાને સાફ કરતા સંભળાયા. ત્યારબાદથી ઝડપથી અફવા ફેલાઇ રહી છેકે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂકયા છે. જો કે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઇ શકી નથી. હોંગકોંગના લોકતંત્રની સમર્થન એપલ ટીવી એ પણ દાવો કર્યો કે જિનપિંગને ઉધરસ આવતા તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તાબડતોડ બેઈજિંગ જતા રહ્યા છે. અપોક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં સીધો પ્રશ્ન કર્યો છે કે શું ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોરોનાથી સંક્રમિત છે? તેઓ દક્ષિણ ચીનના પ્રવાસ દરમ્યાન શેન્જેન પહોંચ્યા હતા.

અહીં તેમણે લોકોની વચ્ચે માસ્ક પહેર્યા વગર ફરતા દેખાયા હતા. જો કે આ દરમ્યાન તેઓ લોકો સાથે કેટલુંક અંતર રાખીને ઉભેલા દેખાયા હતા. ચીનમાં સત્તાવાર રીતે દરરોજ લગભગ ૧૦થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે. જોકે કેટલાંય નિષ્ણાતોને ચીનના આ આંકડા પર શંકા છે. ચીને પહેલી વખત પોતાનો વિકાસદર ઓછો થવાનું અનુમાન વ્યકત કર્યું છે. એવામાં શંકા વ્યકત કરાઇ રહી છે કે ચીન વાસ્તવિક આંકડાને છુપાવીને ખોટી માહિતી આપી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here