ચીનના નાના-મોટા પ્રોજેક્ટો પર ભારતમાં પ્રતિબંધ મુકાશે કે કેમ…..?

0
25
Share
Share

(જીએનએસઃ હર્ષદ કામદાર)

ભારતની સરહદે દગાખોર મિત્ર ચીન ખુદ ચારે બાજુથી ઘેરાવા લાગતા ચીન પણ સમજી ગયું હતું કે ભારતની ભૂમિ પચાવવા જતા રશિયા, જાપાન, અમેરિકા સહિતના અન્ય દેશો સંપૂર્ણ રીતે ભારતને સહયોગ આપશે… અને ભારત કરતાં ચીનને વધુ નુકશાન થઈ શકે…..! તેમજ વિશ્વના અન્ય દેશો પણ ચીન સાથે સંબંધોની પૂર્ણાહુતિ કરી નાખશે… તો ચીનને આર્થિક ફટકો પડવાની શરૂઆત પણ થઈ ચૂકી હતી જે કારણે ચીનમાં બેરોજગારી પણ વધવા લાગી હતી…. નિકાસ ઘટી જતાં ચીનમાજ લોકક્રાંતિ થઇ શકે….. અને રશિયાની જેમ તેના પણ ભાગના થઈ જાય….જોકે  કોરોનાને લઈને જિનપિંગનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “સીપેક ઈકોનોમિક કોરીડોર” ઘોંચમાં પડી ગયો છે તેનું કામ અટકી ગયું છે…. તો ચીને ગલવાનમાથી પોતાનું લશ્કર પરત ખેંચવાનું શરૂ કરી દીધું છે…… તે માટેનું મૂળ કારણ કે ત્યાં પહાડો પરનો બરફ પીગળવા લાગતા તેનું પાણી ગલવાન નદીમાં વધવા લાગ્યુ જે પાણી ખૂબ જ ઠંડું હોય છે અને જીવલેણ હોય છે એટલે ચીને પોતાની તંગડી ઉચી રાખવા પોતાના વિદેશ મંત્રાલય સાથે તેમજ અન્ય કક્ષાએ સતત લશ્કર પરત ખેંચવા મીટીંગો નો દોર ચાલી રહ્યો હતો છતાં પ્રશ્નનો નિવેડો આવતો ન હતો પરંતુ પરિસ્થિતિ પારખીને  ચીનના વિદેશ મંત્રી અને અજીત ડોભાલ વચ્ચેની વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે લશ્કર પરત ખેંચવા સહમતી સધાઈ…. જેમાં ચીન લશ્કર પાછું ખેંચવા તૈયાર થઈ ગયું છે અને ખેચવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પેન્ગોગ સરોવર પાસે ચીની સૈનિકો ખડકાયેલા છે…..!! આ બધું છતાં ચીનનો ભરોસો ન રાખી શકાય….. કારણ કે ૧૯૬૨ માં ચીને આ રીતે જ લશ્કર પાછું ખેચીને સમાધાનનો દેખાડો કર્યો હતો અને ત્રણ મહિના પછી ભારત પર હુમલો કરી દીધો હતો…. એટલે દગાખોરી ચીનની ગળથૂથીમાં છે માટે ચીન પર ભરોસો કરવો ભારત માટે હિતાવહ નથી….. ગત કોલમમાં અમેં જણાવ્યું હતું કે ચીન ભારત સાથે યુદ્ધ કરતા સો વખત વિચારશે અને હાલના સમયમાં નહીં કરે….. અને અત્યારે એવું જ થયું છે. છતાય આ તો દૂષ્ટ દગાખોર ચીન છે  તેનો વિશ્વાસ કર્યો તો સમજો કે તમારી પીઠમાં મોકો જોઈને ખંજર તો ઘુસાડશેજ……!!

ચીની માલ સામાનના બહિષ્કાર કરવાના ભારત અને ભારતની પ્રજાના રાહ પર અન્ય દેશો અને તેનાં લોકોએ  પણ ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે તો કેટલાક દેશોમાં ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પ્રદર્શનો યોજી પ્રજાને જાગૃત કરવામાં આવી રહી છે. ભારત સરકારે ચીનની ૫૯ એપ પર પાબંધી કરી દીધી તો એક કંપનીએ ચીની કંપની સાથેનો ૩૦૦૦ કરોડનો સોદો  રદ કર્યો, ભારતે ઇલેક્ટ્રિકલ માલસામાન માટેના કેન્દ્રો રદ કર્યા, રેલવેએ કેમેરા ફીટ કરવાનું કરારો રદ કર્યો, બી એસ એન એલ એ ચીન સાથેના ૪-જી કરાર રદ કર્યા તો ભારતના લોકોએ ચીની ઉત્પાદનોની  ખરીદી બંધ કરી દીધી. ન્યુયોર્કમાં ભારતીય મૂળના લોકો સાથે તાઈવાન અને તિબેટના અમેરિકન નાગરિકોએ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર  કરવા પ્રદર્શનો યોજયા.ઓસ્ટ્રેલીયાએ ચીની ખરીદી બંધ કરી દીધી જેના કારણે ચીનને આર્થિક ફટકો પડવાની શરૂઆત થઇ ગઇ છે…. પરંતુ ભારતનો ચીન ઉત્પાદનોનો બહિષ્કાર ચીની આયાતની તુલનાએ બહુ જ ઓછો છે…..નહીંવત છે….આમ લોકોનુ કહેવુ છે કે ભારતે ચાઈના બેન્ક પર પાબંદી ફરમાવી દેવાની જરૂર છે. તો ચીનના ભારતમાના નાના મોટા કોઈ પણ રોકાણો કે પ્રોજેક્ટો ઉપર પાબંધી ફરમાવી દેવી જોઈએ…જેમાં કોઈ પણ નાના મોટા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ,રોડ પ્રોજેક્ટો પર પાબંધી કરવા સાથે ચીની ઉત્પાદનોની આયાત રોકી દેવી જોઈએ.  ચીનની ભારતમાની અગત્યની એપ પી ટીએમ  (ઁટ્ઠઅ ્‌સ્)છે જેનો પ્રચાર ખુદ વડાપ્રધાન મોદીજી કરે છે. તો આવી એપ પર તેમજ વિવિધ પ્રોજેક્ટો પર પ્રતિબંધ કેમ નહીં….? મહારાષ્ટ્ર સરકારે ચીની પ્રોજેક્ટ પર પાબંદી ફરમાવી દીધી છે… ત્યારે ગુજરાત સરકારે ચીની ટેબલેટ મંગાવ્યા અને પણ તે પણ વિદ્યાર્થીઓને આપવા…આ બાબતે વિદ્યાર્થી જગતમાં કેવો સંદેશ જશે….? તો કચ્છમાં ચીનની ભાગીદારીમાં સ્ટીલ ફેક્ટરી ઉભી થનાર છે તેના પર પાબંધી કેમ નહીં….? તેવા પ્રશ્નો રાજકીય પંડિતો, શિક્ષિત વર્ગ, બુદ્ધિજીવીઓ સહિત જાગૃત નાગરિકો કરી રહ્યા છે….. ત્યારે હવે કેન્દ્ર સરકારે અને જે તે રાજ્યની સરકારોએ ચીની ઉત્પાદનોના બહિષ્કાર કરવા સાથે ચીની કંપનીઓના ભાગીદારીવાળા એક પણ પ્રોજેક્ટ ભારતમાં સ્થાપના ન થાય તેમજ ઊભા ન થાય તે માટે એક્શનમાં આવવું પડશે….. કારણ કે ભારતે વિશ્વ ગુરુ બનવાનું છે બાકી ચીની ઉત્પાદનોથી વિશ્વગુરુ નહીં બની શકાય…. પણ ભારત ગુલામીના રસ્તે જવા લાગશે… તેવું બનવાની શક્યતા વધી પડી શકે…….!?!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here