ચિઠ્ઠીમાં આઇ હેટ માય લાઇફ લખી યુવાને ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

0
17
Share
Share

રાજકોટ,તા.૨૩

રાજકોટમાં ‘મારે કોઇની સાથે વાંધો નથી, કોઇ સાથે તકલીફ નથી, આઇ હેટ માય લાઇફં’ આવું ચિઠ્ઠીમાં લખીયુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોઠારીયા રોડ પર આવેલી જૂની સૂર્યોદય સોસાયટી ૪માં રહેતાં વિજય અનિલભાઇ પિત્રોડા (ઉં.વ.૨૫) નામના યુવાને ઘરે પંખા સાથે ઇલેકટ્રીક વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ ૧૦૮ મારફત થતાં ભકિતનગરના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા અને નિલેષભાઇને થતાં ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ઘરના સભ્યો બહાર ડેલી પાસે બેઠા હતાં ત્યારે  વિજયે રૂમ બંધ કરી ગળેફાંસો ખાઇ લીધો હતો. દરવાજો તોડીને જોવામાં આવતાં તે લટકતો જોવો મળ્યો હતો. વિજય ઝોમેટોમાં ડિલિવરીમેન તરીકે કામ કરતો હતો અને અપરિણીત હતો. તેને અન્ય એક ભાઇ અને એક બહેન છે. આપઘાત શા માટે કર્યો તે અંગે પરિવારજનો કોઇ કારણ જાણતા નથી.

પોલીસે તપાસ કરતાં વિજયે લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું છે કે મારી રીતે આત્મહત્યા કરુ છું, કોઇની સાથે તકલીફ નથી, કોઇ વાંધો નથી, બધા હળીમળીને રહેજો, આઇ હેટ માય લાઇફ. વિજય કોઇ કારણોસર જિંદગીથી કંટાળી ગયાની શકયતા તેના લખાણ પરથી જણાય છે. પોલીસ અંતિમવિધી બાદ મૃતકના સ્વજનોના નિવેદન નોંધશે.

હેર સલૂનમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

શહેરના અમીન માર્ગ પર આવેલા ચંદન સુપર માર્કેટની બાજુમાં આવેલી ત્રિશા પ્લાઝા બિલ્ડિંગમાં મોર્ડન હેર સલૂનના ૨૨ વર્ષીય સંચાલક હિરેન રાઠોડે આજે સવારે તેમની દુકાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને મિત્રો સલૂને પહોંચ્યાં હતા. કોઈ પ્રેમ સંબધ નથી, આર્થિક તંગી પણ ન હોવાનું પરિવારનું કહેવાનું છે. હેર સલૂનની દુકાન ભાડે હતી અને તેથી દુકાન માલિકને પણ પૂછવામાં આવતા જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી લોકડાઉન સમયે ભાડું પણ નથી વસુલવામાં આવ્યું. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here