ચા વાળાથી પીએમ સુધી યાત્રા

0
9
Share
Share

મોદીનું જીવન તમામ માટે પ્રેરણારૂપ
નવીદિલ્હી, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીનો ઇતિહાસ ખુબ રોમાંચક છે. નરેન્દ્રમોદીથી દરેક યુવા પેઢીને પણ બોધપાઠ લેવા જેવો છે. મોદીને પસંદ નહીં કરનાર લોકો પણ નરેન્દ્ર મોદીની મહેનતને સંપૂર્ણપણે સ્વિકારે છે. એક નાના અને ગરીબ પરિવારમાંથી ચા વેચીને પહેલા મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન પદ સુધી પહોંચેલા મોદી અનેક જુદી જુદી જવાબદારી ભાજપમાં સંભાળી ચુક્યા છે. ભાજપને ખરાબ તબક્કામાં પણ નિહાળી ચુક્યા છે. મોદીની ચા વાળાથી લઇને પીએમ સુધીની સફર નીચે મુજબ છે.

 • નરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી સમુદાયમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦માં જન્મ થયો
 • મહેસાણાના વડનગરમાં મોદીનો જન્મ થયો હતો
 • દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના છ બાળકો પૈકીના મોદી ત્રીજા નંબરના પુત્ર હતા
 • વડનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ચા પણ વેચી ચુક્યા છે
 • વડનગર રેલવે સ્ટેશન પર મોદી બાળપણમાં તેમના પતિને ચા વેચવામાં મદદ કરતા હતા
 • મોદીના માતાપિતાએ બાળપણમાં તેમના લગ્ન ગોઠવી કાઢ્યા હતા
 • પરંપરાગત ઘાંચી જાતિ મુજબ લગ્ન ગોઠવી દેવાયા બાદ તેમના જશોદાબહેન સાથે લગ્ન કરાયા હતા
 • મોદી તેમના પત્નિ સાથે ખુબ ઓછા સમય સુધી રહ્યા અને તેઓએ અલગ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો
 • લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વેળા મોદીએ પત્નિ તરીકે જશોદાબહેનના નામનો ઉલ્લેખ કર્યો હતો
 • ૧૯૭૦માં સંઘના પ્રચારક બની ગયા હતા
 • આઠ વર્ષની વયથી આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે
 • ભાજપના ગુજરાત રાજ્ય એકમની સ્થાપના કરનાર જનસંઘના નેતાઓના તેઓ સંપર્કમાં આવ્યા હતા
 • મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી
 • ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ વિધિવતરીતે આરએસએસમાં જોડાયા હતા.
 • જયપ્રકાશ નારાયણ હેઠળ ઇમરજન્સી સામે ઝુંબેશમાં જોડાયા હતા
 • ૧૯૮૫માં મોદીને સંઘે ભાજપમાં જવાબદારી સોંપી હતી
 • મુરલી મનોહર જોશીની કન્યાકુમારી-શ્રીનગર એકતા યાત્રાના આયોજન બાદ મોદી લોકપ્રિય થયા
 • ૧૯૮૮માં મોદી ભાજપના ગુજરાત એકમના ઓર્ગેનાઇઝ્‌ડ સેક્રેટરી ચુંટાયા અને આની સાથે જ મુખ્ય પ્રવાહની રાજનીતિમાં એન્ટ્રી થઇ હતી
 • ૧૯૯૫ની ચૂંટણી જીતમાં તેમની ગુજરાતમાં ભૂમિકા હતી
 • મે ૧૯૯૮માં ભાજપના જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ હતી
 • ગુજરાતમાં ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણી માટે પસંદગી સમિતિમાં તેમની ભૂમિકા રહી હતી
 • ૨૦૦૧માં કેશુભાઈ પટેલની તબિયત ખરાબ થયા બાદ ભાજપે પેટાચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો હતો
 • ૨૦૦૧માં ભૂકંપના કારણે ગુજરાતને નુકસાન થયું હતું જેથી ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઇ હતી
 • આવી સ્થિતિમાં મોદીની કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ હતી
 • ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા
 • ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરામાં અગ્નિકાંડના બનાવ બાદ મોદીની પ્રતિષ્ઠાને કોમી રમખાણના કારણે અસર થઇ હતી
 • કોમી રમખાણમાં મોદીના શાસનમાં હજારો લોકોના મોત થયા હતા
 • મોદી સામે માનવ અધિકાર સંગઠનો, વિરોધ પક્ષો દ્વારા હજુ પણ રમખાણ અંગે પ્રશ્નો ઉભા થાય છે
 • કોમી રમખાણના કારણે ઘણા કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવ્યા હતા
 • મોદી સામે ઘણા કેસો પણ કરાયા હતા
 • ૨૦૧૨માં મોદીના કેટલાક પ્રધાનોને નરોડા પાટિયા હત્યાકાંડમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતા
 • જુલાઈ ૨૦૦૭માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સેવા કરવાનો રેકોર્ડ સર્જી કાઢ્યો હતો
 • ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ પૈકી ૧૨૨ બેઠક જીતી હતી
 • ૨૦૧૨માં ભાજપે મોદીના નેતૃત્વમાં ફરી જીત મેળવી હતી
 • મોદીએ મુખ્યમંત્રી તરીકે હેટ્રિક નોંધાવી હતી
 • નિમણૂંકોના મામલે રાજ્યપાલ સાથે તેમના સંબંધોને લઇને ચર્ચા થઇ હતી
 • ૨૦૧૨ની ચૂંટણીમાં મોદીએ મણિનગરમાંથી ૮૬૭૭૩ મતે જીત મેળવી હતી. ભાજપે આ ચૂંટણીમાં ૧૮૨ પૈકી ૧૧૫ બેઠકો જીતી હતી
 • માર્ચ ૨૦૧૩માં મોદીની ભાજપ સંસદીય બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી હતી
 • ૧૦મી જૂન ૨૦૧૨ના દિવસે મોદી ભાજપને રાષ્ટ્રીય સ્તરની કારોબારી બેઠકમાં ૨૦૧૪ની ચૂંટણી માટે નેતૃત્વ કરવા તૈયાર થયા
 • સપ્ટેમ્બર ૨૦૧૩માં મોદીને લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતા
 • મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં જીતી ગયા હતા
 • મે ૨૦૧૪માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી.
 • ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં ભાજપે સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે જીતી નવો રેકોર્ડ સર્જયો છે. આની સાથે જ મોદી સતત બીજી અવધિ માટે વડાપ્રધાન બન્યા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here