મુંબઈ,તા.૩૦
એક્શન-રોમાન્સ બેઝ્ડ ફિલ્મ સિંહ ‘સાહબ ધ ગ્રેટ’ થી બોલિવુડની દુનિયામાં એન્ટ્રી કરનાર ઉર્વશી રૌતેલા હંમેશા કોઈને કોઈ કારણે સમાચારમાં રહેતી હોય છે. પોતાના હુસ્ન અને અદાઓથી તે લોકોના દિલ જીતવામાં સફળ બની છે. ફેશન સ્ટેટમેન્ટ માટે પણ તે ફેમસ છે. હાલમાં જ ઉવર્શીએ એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્વશી બેસીને ડાન્સ કરી રહી છે. પરંતુ આ વીડિયો તેના ડાન્સને કારણે નહિ પરંતુ અન્ય કોઈ કારણથી ચર્ચામાં છે. હકીકતમાં વીડિયોમાં ઉર્વશીની સાથે વોર્ડરોબ માલફંક્શન થઈ જાય છે, પરંતુ તે ઉપ્સ મોમેન્ટને સારી રીતે સંભાળતી વીડિયોમાં દેખાઈ છે. ઉર્વશીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી આ વીડિયો શેર કર્યો છે.
જેમાં તે સ્ટાઈલિશ અંદાજમાં ડાન્સ કરી રહી છે. વીડિયોની શરૂઆતમાં જ તેની સાથે ઉપ્સ મેમેન્ટ થઈ જાય છે, પરંતુ તેણે બહુ જ બારીકાઈથી તેને સંભાળી લીધું છે. આ વીડિયોને જોઈને લોકો ઉર્વશીની આ ચતુરાઈના વખાણ કરી રહ્યાં છે. તો કેટલાક સમજી રહ્યા છે કે, તે વીડિયોનો જ એક પાર્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી ૩૫ લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાર્ક ગ્રીન શિમરી કલરની આઈ શેડો અને સ્લિપ ટોપમાં ઉર્વશી બહુ જ સુંદર લાગી રહી છે.