ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી ૧૦.૯% સુધી ઘટી શકે છે

0
14
Share
Share

ચારેય ત્રિમાસિકમાં નકારાત્મક વૃદ્ધિનું અનુમાન

મુંબઇ,તા.૧

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)નાં રિસર્ચ રિપોર્ટ- ઇકોરૈપમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતની વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં ૧૦.૯ ટકાનો ઘટાડો થશે. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-જૂન મહિનાના પ્રથમ ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રમાં રેકોર્ડ ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. પાછલા નાણાકીય વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૫.૨ ટકા હતો. અગાઉ, એસબીઆઈ-ઇકોરૈપમાં વાસ્તવિક જીડીપી ૬.૮ ટકા ઘટવાનું અનુમાન હતું. ગયા નાણાકીય વર્ષનાં જાન્યુઆરી-માર્ચના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૩.૧ ટકા રહ્યો હતો.

SBI રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, “અમારૂ પ્રારંભિક અનુમાન એ છે કે ચાલુ નાણાકીય વર્ષના તમામ ચાર ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી ઘટશે. આખા નાણાકીય વર્ષ માટે જીડીપીમાં ૧૦.૯ ટકાનો ઘટાડો થશે. ”અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવિક જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૧૨ થી ૧૫ ટકાનો ઘટાડો કરશે. તે ત્રીજા ક્વાર્ટરમાં -૫ થી -૧૦ ટકાની વચ્ચે રહેશે. એ જ રીતે, વાસ્તવિક જીડીપી ચોથા ક્વાર્ટરમાં બેથી પાંચ ટકા સુધી ઘટશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -૧૯ નાં ફેલાવાને રોકવા માટે ૨૫ માર્ચ, ૨૦૨૦ થી દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના પગલે જીડીપીમાં ઘટાડો થયો હતો. જો કે, આ ઘટાડો બજાર અને તેના અંદાજ કરતા વધુ છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (પીએફસીઇ)ની વૃદ્ધિ અપેક્ષા મુજબ ઘટી છે. કોવિડ -૧૯ ને કારણે, મોટાભાગની જીવન જરૂરીયાચતની ચીજવસ્તુઓનો વપરાશ ઘટી ગયો છે. એસબીઆઇ ઇકોરૈપના જણાવ્યા મુજબ, ક્ષમતાના ઉપયોગના અભાવને કારણે રોકાણની માંગમાં સુધારો થતો નથી. જેમ કે, કુલ જીડીપીના અંદાજમાં ખાનગી વપરાશનાં ખર્ચનો હિસ્સો ઉચો રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here