ચાઈનીઝ વાનગીનો ચસ્કો

0
23
Share
Share

સ્પ્રિંગ રોલ્સ

સામગ્રી :

૫૦ ગ્રામ ફણસી, ૫૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ કોબી, ૧ કપ બાફેલા નુડલ્સ, ૧ કપ ફણગાવેલા મગ (ન નાખો તો ચાલે). ૨ ડુંગળી ૧ ચમચો સોયા સોસ, ૩/૪ ચમચી અજીનો મોટો, ૪ ચમચા તેલ, મીઠું.

રોલ્સ માટે : ૧ ૧/૨ કપ મેંદો, ૩ ચમચી તેલ, ૧/૨ ચમચી મીઠું, તેલ.

રીત :

શાકની પાતળી લાંબી ઊભી ચીરી કરો. તેલ ગરમ કરી શાક, મગ, આજીનો મોટો નાંખી હલાવો. તેજ આંચ પર ૩ મિનિટ થવા દો. પછી બાફેલા નુડલ્સ, સોયાસોસ, મીઠું નાખી બે મિનિટ થવા દઈ ઉતારી લો. પાણી ન થવા દેવું તેથી શાક બહુ પહેલાં ધોઈ કોરા કરી નાખવા.લોટમાં મીઠું અને તેલ નાખી. રોટલીથી જરાક વધુ કઠણ લોટ બાંધવો… ગુંદીને પછી અર્ધો કલાક રહેવા દો. પાતળી રોટલી વણો તેમાં ઉપરની પૂરણ ભરી ગોળાકારમાં વાળી દો. કિનાર પાણીથી ચોંટાડી દો. ગરમ તેલમાં તળો. ગોળ ટુકડા પાડી ચિલી સોસ સાથે ગરમા ગરમ પીરસો.અમુક વર્ગમાં ’ચાઈનીઝ ડીશ’ એક ફેશન છે. તેનો ચાહક વર્ગ તેને બહુ પ્રેમથી માણે છે અને ચાઈનીઝ રેસ્ટોરાં ખાસ વાનગીઓ માટે પ્રસિદ્ધ છે. ખાસ શહેરોમાં ચાઈનીઝ રેસ્ટોરાં ત્યાંનું વાતાવરણ પણ અદ્ભુત હોય છે. ઘરે આખુ પૂરું ભાણું બનાવી શકાય તે રીતે અહીં વાનગીઓ પ્રસ્તુત કરી છે. આમ તો વેજિટેરિયન વાનગીઓ બહુ ઓછી છે, કેટલીક જાણીતી ચાઈનીઝ વેજિટેરિયન વાનગીની રેસિપી નીચે આપી છે.

આજકાલ ગુજરાતી ઘરોમાં ચાઈનીઝ વાનગીઓ બનાવીને ખાવાની ફેશન થઈ પડી છે. ખાસ કરીને ટીનએજરોને ચાઈનીઝ ફૂડ ખાધા વગર ચેન નથી પડતું. અહીં ગૃહિણીઓની સમજ માટે કેટલીક જરૂરી ચીજોની માહિતી આપી છે જે ચાઈનીઝ વાનગી બનાવવા માટે જરૂર પડે છે.

આજીનો મોટો પાઉડર

ક્રિસ્ટલ પાઉડરનું અંગ્રેજી નામ મોનો-સોડિયમ ગ્લુ ટામેઇટ છે, આ પાઉડર સોડા જેવું કામ કરે છે. ચાઈનીઝ વાનગીના શાક પકવવામાં નથી આવતાં. તે કડક રહે છતાં ચડી જાય અને તેનો એક ખાસ સ્વાદ લાગે માટે બહુ ગણતરીની માત્રામાં ૧/૨ ચમચી જેટલો જ નંખાય છે. આ પાઉડર પ્રોવિઝન સ્ટોર્સમાં મળે છે અને પેકેટ ખોલ્યા પછી લાંબા સમય સુધી બગડતો પણ નથી. વાનગીમાં તેનાથી વિશિષ્ટ ફ્લેવર આવે.

સોયાસોસ :

ઘેરા બદામી રંગનો આ પ્રવાહી સોસ ચાઈનીઝ વાનગીમાં સ્વાદ માટે નંખાય છે. તેની પણ મ્હેંક આવે છે. મોટા ભાગે બધી વાનગીમાં જરૂરી છે.

નુડલ્સ :

મેંદામાંથી બનાવેલા નુડલ (સેવ) બે રીતે વપરાય છે. બાફીને અને તળેલા. બાફવા માટે તૈયાર નુડલ્સ પાતળી સેવ જેવા, વેજિટેરિયન અને ઈંડાના બન્ને પ્રકારના મળે છે. તેને માપ મુજબ ઉકળતા પાણીમાં બાફી લેવાના હોય છે, જ્યારે ફ્રાઈડ નુડલ્સ ઘરે બનાવવા સરળ ને સરસ છે.

ફ્રાઈડ નુડલ્સ

રીત : ૧ કપ મેંદામાં ૨ ચમચી તેલ અને ૧/૨ ચમચી મીઠું નાખી લોટ બાંધવો. નરમ લોટ બાંધવો. અટામણ લઈ પાતળી રોટલી જેવી વણી, આખી રોટલી પર ઊભી ઊભી પાતળી ચીરી કરી ગરમ તેલમાં તળી લેવી. કડક, ફસરા ફ્રાઈડ નુડલ્સ ગમે ત્યારે બનાવી ડબ્બામાં ભરી શકાય. નાસ્તા માટે ચાલે તેવા મસ્ત લાગે છે.

ચિલી સોસ :

મરચાંનો બદામી કે લીલા રંગનો પ્રિઝર્વેટિવવાળો તૈયાર સોસ બોટલમાં મળે છે. વાનગીમાં તે તીખો સ્વાદ ઉમેરે છે.

વિનેગર :

બ્રાઉન વિનેગર તૈયાર મળે છે. દેશી ફળોનો સરકો પણ સારો મળી જાય. કેટલીક વાનગીઓમાં (સ્વીટ એન્ડ સાવર જેમ કે અમેરિકન ચોપ સ્યુઈ) તેનાથી જ સ્વાદ, સુગંધ ભળે છે.આટલી વસ્તુઓ આ વાનગી માટે જરૂરી છે. તે સિવાય બહુધા શાકભાજીમાં ગાજર, કોબી, ફલાવર કેપ્સીકમ, ફણસી, ફણગાવેલા કઠોળ, લીલી ડુંગળી, ડુંગળી, મકાઈ વગેરે જ વપરાય છે. છતાં જુદા-જુદા કોમ્બિનેશનથી સ્વાદ પલટાઈ જાય છે.ચાઈનીઝ વાનગીને પકવવાનો ટાઈમ તદ્દન ઓછો છે. પણ તેમાં જરૂરી શાકભાજીનું કટિંગ સુંદર નાજુક ખાસ પ્રકારનું હોય છે. તે થોડો સમય લે છે. બાકી વાનગીઓ તેલ વગરની, તળ્યા વગરની, રાંધ્યા વગરની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ

સામગ્રી :

૧૧/૨ કપ બાસમતી આખા ચોખા, ગાજર, ફણસી, મરચાં (દરેક ૧૦૦ ગ્રામ), ૫-૬ લીલી ડુંગળી પાન સાથે, ૨ ચમચી સોયા સોસ, ૧/૨ ચમચી આજીનો મોટો, ૪ ચમચા તેલ, મીઠું.

રીત :

ચોખા ઉકળતા પાણીમાં નાખી બાફી લો. દાણા છૂટા રહેવા જોઈએ. ભાતને ચારણીમાં કાઢી લો.શાકના નાના ટુકડા કરો. ડુંગળીના પાન પણ નાના સમારી લો.તેલ ગરમ કરી શાક અને આજીનો મોટો નાંખો. ફાસ્ટ તાપમાં ૩થી ૪ મિનિટ થવા દો. પછી ચોખા, સોયાસોસ, મીઠું નાંખો. હળવેથી હલાવો. બે મિનિટ પછી ઉતારી લો. ચિલી સોસ સાથે પીરસો.

સ્વીટ એન્ડ સાવર વેજિટેબલ

સામગ્રી :

ફલાવર, ફણસી, ગાજર, કોબી, કાકડી, ભોલર મરચાં, ડુંગળી (દરેક ૧૦૦ ગ્રામ) ૧/૨ ચમચી આજીનો મોટો, ૪ ટેબલ સ્પૂન તેલ (૪ ચમચા) મીઠું.

સોસ માટે : ૩/૪ કપ બ્રાઉન વિનેગર, ૩/૪ કપ ખાંડ, ૧ કપ પાણી, ૨ ચમચા મેંદો, ૨ ચમચા સોયાસોસ, ૪ ચમચા ટામેટા સોસ.

ફણસીના ત્રાંસા ટૂકડા કરો. ડુંગળી-ગાજરના આખા ગોળ પૈતા કરી બાકીના શાકના લાંબા ચોરસ ટુકડા કરો. સોસની સામગ્રી બરાબર ભેગી કરી ગરમ કરો. ઘટ્ટ થાય એટલે ઉતારી લો. તેલ ગરમ કરો. શાક અને આજીનો મોટો નાંખી એકદમ હલાવો. ૩ મિનિટ તેજ આંચ પર થવા દો. તેમાં સોસ નાંખો. મીઠું નાખો. ૨ મિનિટ થવા દો. ચિલી સોસ અથવા વિનેગર મરચાં સાથે પીરસો ગરમાગરમ. બીજીવાર ગરમ કરવાનું નહીં એટલે ખાવું હોય ત્યારે બનાવવું.

સ્વીટ કોર્ન સૂપ

સામગ્રી :

એક ડબ્બો મકાઈના બાફેલા દાણા, ૧/૨ ચમચી (ટી-સ્પૂન) આજીનો મોટો, ૧/૨  ચમચી સોયાસોસ, ૨ ચમચી કોર્નફલોર, મીઠું સ્વાદ મુજબ.

રીત :

બધું ભેગું કરી ૬ કપ પાણી નાખી અર્ધો કલાક ઉકળવા દો. ગરમ સૂપ (વિનેગરમાં મરચાંની કાતળી નાખી) પીરસો ઉપર ચિલીસોસ નાખી શકાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here