ચલાલા નજીક ખાનગી બસનાં ચાલકે મહિલાની છેડતી કરતાં વહારે આવતી અભયમની ટીમ

0
16
Share
Share

અમરેલી, તા.૩૦

સુરતથી ઊના જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મધરાત્રે મહિલાને છેલ્લા સોફા પર સુવડાવ્યા બાદ બસના ચાલકે નજર બગાડતા મહિલાએ ૧૮૧માં કોલ કરીને મદદ માગી હતી જેથી રાત્રે બસને રોકીને ચલાલા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. સુરતથી ગઈકાલે રાત્રીના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની બસ મુસાફરોને ભરીને ઊના તરફ જઈ રહી હતી અને અમરેલી જિલ્લામાંથી તે પસાર થઈ હતી. તેમાં સુરતથી બે મહિલાઓ ખરખરાના કામે જવા માટે નાના બાળકા સાથે ચડયાં હતાં અને તેમની સાથે કોઈ પુરુષ ન હોવાથી એકલા જ હતાં. રંધોળા ચોકડીથી ઢસા રોડ પર મહિલા બસમાં પાછળની સીટમાં હતાં અને રાત્રી હોવાથી અન્ય મુસાફરો સુઈ ગયાં હતાં ત્યારે ડ્રાઈવરે આવીને તેમની છેડતી કરી હતી. બાદમાં બસ ઉપાડી હતી. મહિલાએ બસ ઊભી રાખી દેવા કહેવા છતાં બસ ઊભી રાખી નહોતી. જેથી મહિલાએ ૧૮૧માં કોલ કરીને સહાયતા માગી હતી. અમરેલી અભયમ સેવાના કાઉન્સેલર રોબીના બ્લોચ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ચલાલામાં બસને રોકાવીને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. ત્યાં બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ ચાલુ બસે ચાલકને મહિલા સાથે ચેનચાળા કરવા મોંઘા પડી ગયાં હતાં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here