ચલાલા : ધંધામાં મંદીથી વેપારી યુવાનનો આપઘાત

0
19
Share
Share

અમરેલી તા. ર૮

ચલાલા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ તળાવીયા નામનાં ૪૦ વર્ષીય યુવકનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય અવારનવાર ધંધો બદલાવવા છતાં પણ કામ ધંધા ચાલતા ન હોય. જેથી પોતે કંટાળી જઈ ગુરૂવારે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયાનું ચલાલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

શાપર : દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

શાપર-વેરાવળમાં જૂના પાવર હાઉસ પાસેથી પોલીસે બાતમીના આધારે દેશી બનાવટના તમંચા સાથે શખસને ઝડપી પાડ્યો હતો. એકાદ વર્ષ પહેલા નામચીન શખસની હત્યા થઈ હતી તેના પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, શાપર પોલીસ મથકના પીએસઆઈ કે.એ.ગોહીલ, હેડ કોન્સ. રોહીત બકોત્રા, માવજીભાઈ ડાંગર સહિતના સ્ટાફે  બાતમીના આધારે શાપરવેરાવળમાં જૂના પાવર હાઉસ પાસે આંબેડકરનગરમાં મફતીયાપરામાં રહેતા શહેજાદ ઈસુબ હિંગોરાને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. તેના વિરૂધ્ધ લોધિકામાં રાયોટીંગ અને હુમલાના ગુના નોંધાયા છે. પોલીસની પૂછપરછમાં તેણે એકાદ વર્ષ પહેલા શાપરમાં નામચીન મિતેશ જાદવની હત્યા થઈ હતી. તેની પાસેથી હથિયાર લીધાની કબૂલાત આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here