ઘોઘાસમરડીમાં તણાયેલા યુવાનનો મૃતદેહ મળ્યોઃ તલગાજરડામાં ૮ વર્ષની બાળકી તણાઇ

0
22
Share
Share

ભાવનગર,તા.૧

ભાવનગર અને બોટાદ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે. ત્યારે ગઢડાના ઘોઘાસમરડી ગામે નદીમાં એક યુવાન તણાયો હતો. આ યુવાનનો આજે મૃતદેહ મળી આવ્યો છે. યુવાન ગઈકાલે વાડીએથી માલપરા ડેમ જોવા ગયો તે દરમિયાન પરત ફરતા નદીમાં ઉતરવા જતા પાણીના વેગમાં તણાયો હતો. તંત્ર દ્વારા છેલ્લા ૨૪ કલાકથી શોધખોળ શરૂ હતી. આ દરમિયાન આજે ૧૧ વાગે પશુપાલકને નદીમાં તરતો મૃતદેહ દેખાતા તંત્રને જાણ કરી હતી અને તંત્ર દ્વારા યુવાનનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. બીજી તરફ તલગાજરડા ગામે નદીમાં ૮ વર્ષની બાળકી તણાઈ છે.

જભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે રૂપાવો નદીમાં ૮ વર્ષની બાળકી તણાઈ છે. જાનકી દિનેશભાઇ કલસરિયા નામની બાળકી નદીમાં આવેલા પૂરમાં તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સ્થાનિક તરવૈયા દ્વારા બાળકીની નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેસર રોડ પર આવેલી આ નદી પરના પુલ પરથી પાણી જતું હોય ત્યારે વાડીએ કે અન્ય કામે જતી આ બાળકી તણાઈ જવાની ઘટના બની હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here