ઘોઘલા બ્લુ ફલેગ બીચની સુંદરતા નિહાળવાનો અનેરો લ્હાવો : રાષ્ટ્રપતિ

0
21
Share
Share

 

દીવ, તા.૨૭

ચાર દિવસની મુલાકાતે આવેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજરોજ ત્રીજા દિવસે ઘોઘલા બ્લુ ફલેગ બીચની મુલાકાત લીધી બ્લુ ફલેગ બીચમાં કુદરતી નઝારો, શાંત દરીયો અને દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ સુવિધાની પ્રસંશા કરી અને આ બીચ નિહાળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થવા બદલ ખુશી અનુભવી હતી.

સાંજે સાત કલાકે આદર્શ સ્મારક કીલ્લાની વિઝિટ લીધી અને કિલ્લામાં ઉપલબ્ધ સુવિધા તેમજ લાઈટ અને સાઉન્ડ સીસ્ટમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો મહામહિમ રાષ્ટ્રપતિએ શનિવારે સાંજે નાગવામાં ફુડ સ્ટોલનુ ઉદ્‌ઘાટન કર્યુ બાદ ભારતીય નૌસેનાના ભવ્ય ઈતિહાસના સાક્ષી તેવા આઈએનએસ ખુકરી મેમોરીયલનુ લોકાર્પણ કર્યુ જેને વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકિસ્તાનના યુઘ્ધ વખતે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે આ ભવ્ય ઈતિહાસને આ મેમોરીયલ દ્વારા આવનારી પેઢી માટે જીવંત કરવામાં આવ્યો છે. તા.૨૮ ડીસેમ્બર સોમવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવથી રાજકોટ જવા રવાના થશે.

દિવનું પ્રાકૃતિક સૌંદર્ય અને સ્માર્ટ સીટીથી સુંદરતામાં વધારો

દીવમાં પ્રાકૃતિક સૌંદર્ય કુદરતની દેન છે એમા પણ દીવ સ્માર્ટ સીટી બનવા જઈ રહેલ છે. દીવનો નયનરમ્ય સુંદર બીચ, કિલ્લો, આઈએનએસ ખુકરી અને પોર્ટનો અનેરો નઝારો જોવા મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here