ઘોંઘબા તાલુકાના કાટુ ગામે દીપડાએ ૧૦ વર્ષના બાળકનો જીવ લીધો

0
35
Share
Share

ઘોંઘબા,તા.૧૬

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોંઘબા તાલુકાના કાંટુ ગામમાં રહેતી મનિષા તેની નાની બહેન સુમિત્રા અને નાનો ભાઇ મુકેશ તેમના ખેતરમા ઘાસ લેવા જતા હતા. તે જ વખતે વાવકુંડલી તરફના જંગલમાંથી એકાએક દિપડો ધસી આવ્યો હતો.

જેમા સુમિત્રા અને મનિષા પોતાના ઘર તરફ ભાગ્યા હતા અને તેમનાથી છૂટો પડેલો મૂકેશ જંગલ તરફ ભાગ્યો હતો. દીપડાએ મનિષાના પગ પર હૂમલો કર્યો હતો. જેના પ્રતિકાર રૂપે દાતરડુ મારતા દિપડો મૂકેશ તરફ દોડ્યો હતો. આથી મનિષાએ રસ્તે જતા લોકોને બુમાબુમ કરતા જણાવ્યું કે, મારો ભાઇ જંગલ તરફ ભાગ્યો છે અને તેની પાછળ દીપડો પડ્યો છે. આથી લોકોએ તપાસ હાથ ધરતા મુકેશને જંગલ વિસ્તારમાં દિપડાએ પગ તેમજ ગળાના ભાગે ગંભીર હુમલો કરતા મુકેશનું મોત નિપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here