ઘાટલોડિયાના પ્રભાતચોક પર કોરોના કિઓસ્ક પર મેડિકલ ટીમ ગેરહાજર, લોકોની ભીડ જામી

0
28
Share
Share

સુરત,તા.૨૫

શહેરમાં કોરોનાના કેસોના સંક્રમણને અટકાવવા માટે થઈ કેસોને શોધવા સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના સાતેય ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કિઓસ્ક ઊભા કરી અને કોરોનાનાં મફતમાં ટેસ્ટ થાય છે ત્યારે ઘાટલોડિયાના પ્રભાતચોક વિસ્તારમાં સવારે ૯થી ૫ ટેસ્ટનો ટાઈમ હોવા છતાં કિઓસ્ક પર કોઈ મેડિકલ ટીમ હાજર જોવા મળી નથી. લોકો ટેસ્ટ માટે આ કિઓસ્ક પર ૯ વાગ્યા પછી પહોંચ્યા હતા.

૧૦ વાગ્યા સુધી મેડિકલ ટીમ ત્યાં હાજર ન હતી. જેથી લોકોએ ત્યાં રાહ જોવી પડી હતી. સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ સુધીમાં દરેક કિઓસ્ક પર લોકો ટેસ્ટ કરાવવા હવે ધીરેધીરે આવી રહ્યા છે. જો કે તેની વચ્ચે આવા કિસ્સા બની રહ્યા છે. કોર્પોરેશન તંત્રના અધિકારીઓએ આવી લાલિયાવાડી પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here