ઘરેલુ ગેસમાં ભાવ વધારાનો વિરોધ કરતું આપ

0
22
Share
Share

સુત્રોચ્ચાર કરનાર ૪૦થી વધુ મહિલાઓને ડિટેઇન કરાઇ

રાજકોટ, તા.૨૭

રોજિંદા વપરાશમાં લેવાતા જીવાદોરી સમાન ખાધ્ય પદાર્થો તેમજ ઇંધણ રસોઈ ગેસ સિલિન્ડર પર સતત વધી રહેલા  અસહ્ય  ભાવવધારા ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી રહ્ય. એક તો વૈશ્વિક મહામારી કરોના બીજી તરફ બેકારી બેરોજગારી ઉપરથી અતિશય મોંઘવારી લાદી  સામાન્ય પ્રજાનુ આર્થિક શોષણ કરી દંડ વસૂલવા અને ભ્રષ્ટાચાર કરવામાં બાકી નથી રાખ્યું.

આમ આદમી પાર્ટી દ્વારા મહિલા મોરચોના જુલી લોઢીયાની આગેવાનીમાં સરકાર  સુધી  અવાજ પહોંચે તે માટે વિરોધ પ્રદર્શન ૭૦ થી વધુ બહોળી સંખ્યામાં મહિલાઓ એ સુત્રોચ્ચાર પોકાર્યા અને ૪૦ જેટલી મહિલાઓને ડિટેઈન કરી લેવામાં આવી હતી. આમ આદમી પાટર્ી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં  લાલ રંગના કપડાં પહેરી ગેસ સિલેન્ડરના ભાવ વધારા સામે મહિલાઓ અને વીરાંગનાઓ એકત્રીત થઈ સરકાર સામે હિંમતભેર એક સૂરમાં આવાજ ઉઠાવ્યો હતો અને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here