ઘરમાં આઇસોલેટ થવાને લઇ દુવિધા

0
22
Share
Share

કોરોના વાયરસના કારણે ભારતની સાથે સાથે વિશ્વના દેશોમાં ભારે હાહાકાર મચી ગયો છે. કોરોનાને રોકવા માટે વિશ્વના તમામ દેશો લાગેલા છે પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી રહી નથી. કોરોના વાયરસને લઇને લોકો વધુને વધુ માહિતી મેળવી લેવાના પ્રયાસ કરી રહ્યા છે. કોરોના વાયરસને રોકવા માટે દરરોજ નવા નવા સુચન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે કોરોનાને રોકવામાં કોઇ દેશને સફળતા મળી નથી. કોરોના વાયરસ વધુને વધુ ખતરનાક બનીને વિશ્વના દેશોના લોકોને પોતાના સકંજામાં લઇ રહ્યો છે ત્યારે તેની સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે જેના જવાબ લોકો જાણવા માટે ઇચ્છુક છે. ગરમ પાણી પિવાથી બચાવ થાય છે કે કેમ તે અંગે કેટલાક લોકો પ્રશ્ન કરે છે તો તેનો જવાબ એ છે કે વાયરસ શરૂ થાય ત્યારે ત્રણ દિવસ સુધી ગળુ પકડાઇ જાય છે. આવી સ્થિતીમાં ગરમ પાણી પિતા રહેવાની સ્થિતીમાં ફાયદો થાય છે. સુપથી ફાયદો થાય છે. કેટલીક હદ સુધી ગરમ પાણી પિવાથી ચોક્કસપણે ફાયદો થાય છે. કેટલાક લોકો પ્રશ્ન એવો પણ કરે છે કે આ વાયરસના સકંજામાં માનવી ફરી આવી શકે છે કે કેમ. તેનો જવાબ એ છે કે કોરાના વાયરસ એક પ્રકારની નવી બિમારી છે. જેથી તેના સંબંધમાં સ્પષ્ટપણે કોઇ વાત કરી શકાય તેમ નથી. જો કે ચીનમાં કેટલાક એવા મામલા ચોક્કસપણે સપાટી પર આવ્યા છે જેમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવ્યા બાદ આ લોકોમાં ફરી એકવાર કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. જો કે આના કારણે ડરવાની કોઇ વાત નથી. ઘરમાં કઇ રીતે આઇસોલેટ રહેવામાં આવે તેવા પ્રશ્નના જવાબમાં નિષ્ણાંતો કહે છે કે ૧૪ દિવસ સુધી ઘરના એક રૂમમાં રહેવાની જરૂર હોય છે. ફેમિલી મેમ્બરોથી દુર રહેવાની જરૂર હોય છે. જરૂરિયાતની ચીજો તેમની પાસેથી મેળવી શકાય છે. જો હોસ્પિટલમાં જવાની જરૂર હોય તો જાહેર પરિવહનના સાધનોના ઉપયોગને ટાળવાની જરૂર હોય છે. વાયરસની અસર કેટલા દિવસથી હોય છે તે અંગે પુછવામાં આવતા નિષ્ણાંતો અને તબીબો કહે છે કે તેની લાઇફ કેટલાક દિવસની હોય છે. જો કે હવામાં તેની લાઇફ ત્રણ કલાક, લાકડા પર એક દિવસ અને સ્ટીલ તેમજ પ્લાસ્ટિક પર તેની લાઇફ અથવા તો તે ત્રણ જ દિવસ સુધી સક્રિય રહે છે. નાના બાળકોમાં તેની અસર થઇ રહી છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં નિષ્ણાંતો કહે છે કે નાના બાળકોને પણ કોરોનાની અસર દેખાઇ રહી છે. તેમનામાં સામાન્ય શ્વાસ લેવાની તકલીફ જેવા ન્યુમોનિયાની જેમ લક્ષણ દેખાય છે. તેનાથી સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. વિશેષ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. સ્વિમિંગ પુલમાં નિયમિત રીતે ક્લોરીન મિક્સ કરવામાં આવે છે. જો ક્લોરીન મિક્સ છે તો તે પાણીથી ડરવાની કોઇ જરૂર નથી. જો કે ચેન્જિંગ રૂમાં કોરોનાના ઇન્ફેક્શન ફેલાઇ શકે છે. કઇ દવા ન લેવી જોઇએ તે અંગે લોકો જ્યારે પ્રશ્ન કરવામાં આવે ત્યારે તેનો જવાબ એ છે કે કોરોના વાયરસ એક વાયરસજનિત રોગ છે. તેમાં એન્ટીબાયોટિક્સ અથવા તો કોઇ અન્ય દવા પોતાની ઇચ્છા મુજબ લેવી જોઇએ નહીં. આના કારણે રેજિસ્ટેન્સનો ખતરો વધી જાય છે.વધારે તાપમાનમાં કોરોના વાયરસ મરી જાય છે તેમ માનવા માટે કોઇ કારણ નથી. હજુ સુધી કોઇ અભ્યાસમાં આ બાબત સાબિત થઇ નથી કે કોરોના ઉંચા તાપમાનમાં મરી જાય છે.  કારણ કે કેટલાક દેશોમાં ઉંચા તાપમાનની સ્થિતી હોવા છતાં સ્થિતી બેકાબુ છે. આલ્કોહલથી કોરોનાની સારવાર થાય છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નિષ્ણાંતોએ કહ્યુ છે કે કોરોનાની સારવારમાં આલ્કોહલની કોઇ ભૂમિકા રહેલી નથી. સોશિયલ મિડિયાની બાબતોની અવગણના કરવામાં આવે તે જરૂરી છે. તેમાં કોઇ વાસ્તવિકતા નથી. સેનેટાઇજરની જગ્યાએ સાબુથી હાથ ધોવાની બાબત વધારે સારી રહેલી છે. કોરોના વાયરસના કારણે દુનિયાના દેશોમાં હાલત ખરાબ થયેલી છે. દરરોજ નવા નવા કેસો અને મોતના આંકડા આવી રહ્યા છે. હજુ સુધી કોઇ દેશને આ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા કોરોના વાયરસને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. તમામ દેશ યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સ્થિતી બિલકુલ બેકાબુ બનેલી છે. અમેરિકા જેવા સુપરપાવર દેમાં પણ કોરોનાને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. આવી સ્થિતીમાં અન્ય દેશો ખુબ પાછળ દેખાઇ રહ્યા છે. હાલમાં તો સામાજિક અંતર રાખવામાં આવે તે જરૂરી છે. ગર્ભવતિ મહિલામાં કોરોના સરળતાથી ફેલાઇ શકે છે. કારણ કે આ મહિલાઓ હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. આવી  સ્થિતીમાં ગર્ભવતિ મહિલાઓ વધારે કાળજી રાખે તે જરૂરી છે. હાલમાં તો ઘરમાં રહીને લોકો તેની સામે લડી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here