ઘરમાંથી દાગીના અને પૈસા ગાયબ થતા પતિએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

0
20
Share
Share

અમદાવાદ,તા.૦૩

અત્યારના કોરોના વાયરસના કપરા સમયમાં ગુનાખોરી અને અનેક વિચિત્ર કિસ્સાઓ સહિત ઘરેલું કિસ્સાઓ પણ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ થઈ જતાં પતિ અને બાળકોને ઘરમાંથી લાખ્ખોના દાગીના લઇને ભાગી જતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોલા વિસ્તારમાં રહેતા એક યુવાને પોલીસ ફરિયાદ આપેલી છે કે ત્રણેક મહિના પહેલા તેની પત્નીનો ફોન અવાર નવાર વ્યસ્ત આવતા આ બાબતે તેમણે તેમના પત્ની સાથે વાત કરી હતી.

તેમના પત્ની એ યોગ્ય જવાબ નહી આપીને તેમની સાથે ઝઘડો કર્યો હતો અને આ મકાન તેનું છે તેમ કહીને તેના પતિને બાળકો સાથે અહીંથી જતા રહેવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદી બાળકો સાથે તેમના માતા પિતાના ઘરે રહેવા માટે ગયા હતા. જ્યારે ફરિયાદીના પત્ની પણ મકાન બંધ કરીને તેના માતા પિતાના ઘરે રહેવા માટે ગયા હતા. ૨૪મી ઓગસ્ટના દિવસે ફરિયાદીને સામાજિક પ્રસંગમાં પહેરવા માટે દાગીનાની જરૂર હોવાથી તેઓ બીજી ચાવીથી તેમનું મકાન ખોલીને દાગીના લેવા માટે ગયા હતા.

જ્યાંથી રૂપિયા ૮ લાખની કિંમતમાં સોનાના દાગીના, રૂપિયા ૨ લાખ રોકડ અને ફરિયાદી તથા તેમના બાળકોના પાસપોર્ટ, લિવિંગ સર્ટિફિકેટ અને લોકરની ચાવી પણ ગાયબ હતી.આ પણ વાંચોઃ-ગુજરાતમાં આત્મહત્યાના ચોકાવનારા આંકડા, એક જ વર્ષમાં ૭૬૫૫ આપઘાત, ખેડૂતોની કેવી છે સ્થિતિ? જેથી ફરિયાદી એ બેંકના લોકર બાબતે ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે ૨૯મી જૂનના દિવસે તેની પત્નીએ આ લોકર ઓપરેટ કર્યું હતું. જેથી તેમાં રહેલા દાગીના પણ તેમની પત્નીએ લીધા હોવાની આશંક ફરિયાદીને છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here