ઘરમાંથી એક સભ્ય દિલ્હી પહોચે, નહી તો ૧૫૦૦ રૂપિયા દંડ અથવા સામાજિક બહિષ્કાર

0
26
Share
Share

બઠિંડા,તા.૨૯

પંજાબના બઠિંડા જિલ્લાના ગામ વિર્ક ખુર્દની પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક આશ્ચર્યજનક આદેશ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગામના દરેક પરિવારમાંથી એક સભ્યએ દિલ્હી બોર્ડર જવું પડશે. જે પરિવાર આ આદેશ નહીં માને તેમને ૧૫૦૦ રૂપિયાનો દંડ કરાશે અથવા તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પંજાબની બીજી પંચાયતો પણ આવો પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી કરી રહી છે.

૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા અને ત્યાર પછી સરકારના કડક વલણને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઘરે પરત ફરી રહ્યા છે. એને કારણે આંદોલન કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સંજોગોમાં હવે પંચાયતોએ મોરચો સંભાળ્યો છે. ગુરુદ્વારામાંથી એવી જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં આંદોલન હજી ચાલુ જ છે, વધુ ને વધુ લોકો દિલ્હી પહોંચો. કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો.

વિર્ક ખુર્દ પંચાયતના આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આંદોલનમાં જનારી વ્યક્તિએ ત્યાં ઓછામાં ઓછા સાત દિવસ રહેવું પડશે. આંદોલનમાં જો કોઈના વાહનને નુકસાન થશે તો એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે ગામની રહેશે.

ભારતીય કિસાન યુનિયન ફરી લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ અપીલ કરી રહ્યા છે કે ગામડાંના ગુરુદ્વારાથી જાહેરાત કરીને જણાવવામાં આવે છે કે દિલ્હી બોર્ડર પર આંદોલનનું સ્ટેજ ફરી લાગી ગયું છે. બધા ફરી શાંતિથી ધરણાં કરવા બેસી ગયા છે. ટીવી પર આંદોલનકારીઓ પરત ફરી રહ્યા છે એવી ખોટી અફવા ચાલી રહી છે. હકીકત એના કરતાં સાવ ઊંધી છે કે દિલ્હીમાં બમણી ભીડ ભેગી થવા લાગી છે. દિલ્હીમાં ઈન્ટરનેટ બંધ છે, નહીં તો તમને ઘટનાસ્થળની સ્થિતિ લાઈવ કરીને બતાવી દેત.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here