ઘરના બગીચામાંથી શિલ્પા શેટ્ટી લિંબુ તોડતી જોવા મળી

0
28
Share
Share

તાજેતરમાં જ શિલ્પા અને તેના પતિ રાજ કુંદ્રા દ્વારા તેમના લગ્નની ૧૧મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી

મુંબઈ,તા.૨૬

શિલ્પા શેટ્ટી ઘરની બહાર હોય અથવા સોશિયલ મીડિયા પર તેની હાજરી હેડલાઇન્સમાં રહે છે. તે તેના રોજિંદા જીવનને લગતી ઘણી પોસ્ટ્‌સ પોસ્ટ કરતી રહે છે. તેમાં ફૂડ વિડીયોઝ, ફેમિલી અથવા યોગના વિડીયોઝને ફેન્સ ખુબ પસંદ કરે છે. હાલમાં જે વિડીયો સામે આવ્યો છે તે તેના ગાર્ડનનો છે. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. શિલ્પા ઘણીવાર સોશિયલ મીડિયા પર ઈન્સ્પાયરિંગ પોસ્ટ કરે છે. તેણે આ વિડીયો સાથે પ્રેરણાત્મક સંદેશ પણ લખ્યો છે. શિલ્પાએ લખ્યું છે, જીવન સુંદર છે. દરેક પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવો. તેણે પોસ્ટ કરેલા વિડીયોમાં તે તેના બગીચામાંથી લીંબુ ઉતારતી જોવા મળી રહી છે.સાથે બોલી રહી છે, જો જીવન તમને લીંબુ (ખાટા અનુભવ) આપે છે, તો પછી તેનું તમે લીંબુનું શરબત બનાવો.

તાજેતરમાં જ શિલ્પા અને તેના પતિ રાજ કુંદ્રાએ તેમના લગ્નની ૧૧મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોસ્ટ શેર કર હતી. તેમની પુત્રી સમિશા પહેલી વાર પાપારાજીને મળી. તેના ઘણા પ્રિય ફોટા સામે આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here