ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી અને તેના મદદગાર વિરુદ્ધ શિષ્યએ નોંધાવી ફરિયાદ

0
20
Share
Share

વડતાલ,તા.૧૨

વડતાલ મંદિરમાં પુર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના અત્યાચારના ભોગ બનેલા અને ૩૨ પાનાની પત્રીકા તથા વિડીયો વાયરલ કરીને શિષ્ય વેદાંન્ત વલ્લભસ્વામીએ કહેવાતા લંપટ સાધુનો ચહેરો ખુલ્લો પાડયો હતો. વેદાંન્ત વલ્લભસ્વામી સત્સંગીઓના સહારે ૧૦૦ દિવસ બાદ બહાર નિકળીને વડોદરા પાસેના કરજણ પોલીસ મથકે પહોંચી જઇને ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી અને તેઓના મદદગાર દિવ્યવલ્લભ સ્વામી, વિજ્ઞાનસ્વરૂપસ્વામી, પાર્ષદ રણછોડભગત, વિવેકવલ્લભસ્વામી, રસીક વલ્લભસ્વામી, નિષ્કામસ્વામી અને દર્શન વલ્લભસ્વામી વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપતા જ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.

વેદાંન્ત વલ્લભદાસે કંડારી ગુરૂકુળના કાર્યક્ષેત્રમાં આવતા કરજણ પોલીસ મથકે જઇ ગુરૂ ઘનશ્યામસ્વામી સહીત પાપના ભાગીદાર એવા સહયોગી મદદગારી સંતો, પાર્ષદ વિરુદ્ધ ફરીયાદમાં જણાવ્યુ છે કે ૨૦૧૩ થી ૨૦૧૯ સુધીમાં ઘનશ્યામ શાસ્ત્રીએ લગભગ ૩૫ થી ૪૦ વખત સૃષ્ટી વિરુદ્ધના કૃત્યો આચર્યા છે.

જેમાં આણંદ જિલ્લાના નાવલી ગામે આવેલ સ્વામિનારાયણ સંસ્કારપીઠ નાવલી ગુરૂકુળ, વડોદરા પાસેના કંડારી ગુરૂકુળ, સુરેન્દ્રનગર જિલ્લાના લોયા ગામે આવેલા લોયાધામ મંદિર, ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિર, મહેસાણા ખાતે એક હરિભગતના ઘરે રાત્રી રોકાણ સમયે, ધાંગધ્રા ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સતત શિબીર દરમિયાન, જેતપુર ખાતે અમૃત મહોત્સવ દરમિયાન એકપ્રાઇવેટ ફાર્મ હાઉસમાં અકુદરતી સેકસનો અત્યાચાર ગુજાર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here