ઘણી એક્ટ્રેસિસને બોલિવૂડના વિલનમાં જીવન સાથી દેખાયો

0
14
Share
Share

હિરોઈન સામાન્ય રીતે વિલનથી દૂર ભાગે છે
હીરો ધમાકેદાર એન્ટ્રી મારીને હિરોઈનને બચાવે છે પરંતુ ઘણી હિરોઇનો હીરો નહીં પરંતુ વિલનના પ્રેમમાં પડે છે
મુંબઈ,તા.૧૬
ફિલ્મોમાં હિરોઈન સામાન્ય રીતે વિલનથી ભાગી જાય છે. ફિલ્મોમાં જો વિલન હિરોઇનની પાછળ પડે છે, તો હીરો ધમાકેદાર એન્ટ્રી મારીને તેને બચાવે છે. પરંતુ કેટલીક હિરોઇનો આવી છે જે હીરોના નહીં પરંતુ વિલનના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે લગ્ન પણ કરી લીધા છે. અહીં આપણે વાસ્તવિક જીવન વિશે વાત કરી રહ્યા છીએ. ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી હિરોઇનો છે જેમને બોલિવૂડમાં ફિલ્મી પડદે વિલનની ભૂમિકા ભજવનાર અથવા નકારાત્મક ભૂમિકા ભજવનારા અભિનેતાઓના પ્રેમમાં પડી છે. માત્ર ટીવી જ નહીં પરંતુ ઘણી બોલિવૂડ હિરોઇનોએ પણ વિલનને તેમનો જીવનસાથી બનાવ્યો હતો. જેમ પૂજા બત્રાએ ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ ભજવનારા નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમને તે ટીવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિલનના પ્રેમમાં પડી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી કૃતીકા સેંગરે અભિનેતા નિકેતન ધીર સાથે લગ્ન કર્યા. નિકેતન ઘણી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા અને વિલન તરીકે દેખાયો છે. તે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ’ચેન્નાઈ એક્સપ્રેસ’માં વિલન બન્યો હતો, ત્યાર બાદ હવે અક્ષય કુમાર સ્ટારર ’સૂર્યવંશી’માં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય તે ’મિશન ઇસ્તંબુલ’, ’દબંગ ૨’ અને ’રેડ્ડી’માં વિલનની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. સાંસ અને સિલસિલા હૈ પ્યાર કા જેવા ટીવી સિરિયલોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી નીલમ સિંહ એક્ટર રોનિત રોયની પત્ની છે. રોનીત આ દિવસોમાં ’હોસ્ટેસીસ ૨’ને કારણે ચર્ચામાં છે. તેણે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી છે. આ માટે તમને રિતિક રોશન સ્ટારર કાબિલ યાદ હશે. તે ફિલ્મમાં રોનિત રોયનો વિલનનો રોલ જબરદસ્ત હતો. સાત ફેરે-સલોની કી સફર, કોઈ લૌટ કે આયા હૈ, શુભ મંગલ સવધન, ખટ્ટા મીઠા, રિશ્તે અને માર્ગિરીતા’ જેવા ટીવી શો ઉપરાંત ઘણી ફિલ્મોમાં અભિનેત્રી નિવેદિતા ભટ્ટાચાર્યનું હૃદય તે વ્યક્તિ પર આવ્યું જે ફિલ્મોમાં નેગેટિવ અને વિલનની ભૂમિકામાં જોવા મળે છે. જી હા, નિવેદિતાએ લોકપ્રિય સ્ટાર કે કે મેનન સાથે લગ્ન કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here