ગ્વાલિયર,તા.૧૧
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે વિશ્વ હિન્દુ દિવસના અવસરે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ એક પુસ્તકાલય શરૂ કર્યું જે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના જીવન અને વિચારધારાને સમર્પિત છે.
ગ્વાલિયરમાં ગોડસે જ્ઞાન શાળાનું ઉદ્ઘાટન દૌલત ગંજ સ્થિત હિન્દુ મહાસભાના કાર્યલય ખાતે કરવામાં આવ્યું. આ જ્ઞાનશાળામાં નથુરામ ગોડસે સાથે જોડાયેલી જાણકારીઓને લગતું સાહિત્ય એકત્ર કરવામાં આવ્યું છે. જેમાં નથુરામ ગોડસેના ભાષણ ઉપરાંત અન્ય સાહિત્યનો સમાવેશ થાય છે.
હિન્દુ મહાસભાના ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે કહ્યું કે, દુનિયાની સામે નથુરામ ગોડસે અસલી રાષ્ર્ેવાદી હોવાનું જણાવવા માટે આ જ્ઞાન શાળાને શરૂ કરવામાં આવી છે. નથુરામ ગોડસે અવિભાજિત ભારત માટે ઊભા રહ્યા અને મૃત્યુને પ્રાપ્ત થયા. પુસ્તકાલયનો ઉદ્દેશ સારા રાષ્ટ્રવાદેન સ્થાપિત કરવાનો છે.
જયવીર ભારદ્વાજે વધુમાં કહ્યું કે, આ અધ્યયન કેન્દ્ર યુવા પેઢીને ભારતના વિભાજનના પાસાઓ વિશે જાણકારી આપશે. સાથોસાથ વિવિધ રાષ્ટ્રીય નેતાઓ સાથે જોડાયેલી જાણકારીઓથી અવગત કરાવશે.