‘ગ્રેટ ઓલ્ડ લેડી’ આઈએનએસ વિરાટ જહાજ અલંગના દરિયા કિનારે પહોંચ્યું

0
45
Share
Share

ભાવનગર,તા.૨૨

સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવી પહોંચ્યું છે. ૨૪ હજાર ટનનું વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ આ યુદ્ધજહાજ આજે અલંગના ભંગારવાડા ખાતે આવી પહોંચશે. બે દિવસ પહેલા તે મુંબઈથી ભાવનગર આવવા રવાના થયું હતું. જે આજે ભાવનગર પહોંચી ગયું હતું. બે મહિના સુધી તેનું ભંગાણ કામ ચાલશે. વિરાટકાય જહાજ અલંગના દરિયામાં આવી પહોંચ્યું છે. આ યુદ્ધ જહાજ વિરાટને અલંગના દરિયામાં એંકરેજ કરાયું.

જહાજ આવી પહોંચતા જ કસ્ટમ્સ, જીએમબી, જીપીસીબી સહિતના અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. સૌપ્રથમ સરકારી અધિકારીઓ દ્વારા વિરાટનો સરવે કરાશે. સરવે ક્લિયરન્સ બાદ ભરતીના સમયે આઈએનએસ વિરાટને બીચ કરાશે. ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે આઈએનએસ વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થઈ હતી. અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં આઈએનએસ વિરાટ કેરિયરને ૨૬ કરોડમાં ખરીદ્યું હતું. અલંગ પ્લોટ ૮૧માં આ જહાજને ભાંગવામાં આવશે. લિગલ પ્રોસેસ બાદ તે મુંબઈથી ભાવનગર તરફ આવવા રવાના થયું હતું.

જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે. ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ ૬ માર્ચ, ૨૦૧૭ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી, અને આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં ૨૫ વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે જ સૌથી વધુ બળવાન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here