લોભામણી જાહેરખબરો આપનારાઓને હવે બચકે રહેના જેવી હાલત ?
સાવરકુંડલા, તા.૨૮
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ એક જાગૃત સંસ્થા તરીકે ગ્રાહકોનાં હિતોનાં રક્ષણ માટે કાર્યરત છે. લોભામણી જાહેરાતોથી ચેતવવાનું અનેરું અભિયાન શરૂ કરાયુ છે.
આ સંદર્ભે અમરેલી જિલ્લામાં એનાલોગ રિચાજર્ નામે અમરેલીનાં જાનવી એન્ટરપ્રાઇઝ જિલ્લા પંચાયત સામે એક મોબાઇલ રિચાજર્ નામે એક લોભામણી અને લલચામણી જાહેરાત આવે છે. સદરહુ જાહેરાત માટે વોડાફોન, આઇડિયા અને જીયો નાં ગ્રાહકોને છ માસ માટે ૭૯૯ અને એક વર્ષ માટે ૧૩૯૯ રુપિયામાં અનલિમિટેડ કોલ દરરોજ ૧.૫ જીબી નેટ અને દરરોજ ૧૦૦ એસએમએસ ની જાહેરાત દર્શાવતી એક એડ અમરેલીનાં જાહેર પત્રિકામાં આપવામાં આવેલ.
આ બાબતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળનાં સક્રિય સભ્ય બિપીનભાઈ પાંધીને ધ્યાને આ વાત આવતાં ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ રમેશભાઈ હીરાણીને વાત કરતાં રમેશભાઈ હીરાણીએ ફોન પર સંપર્ક કરતાં એનાલોગ કંપની દર મહિને અર્થાત ૨૮દિવસે આવું રિચાજર્ કરે છે અને આમ એક વર્ષ કે છ માસ સુધી નિદિર્ષ્ટ પ્લાન મુજબ રિચાજર્ કરી આપવાની વાત કરે છે.
પરંતુ રિચાજર્ધારકે રિચાજર્ની રકમ છ માસનાં પ્લાનની ૭૯૯ અને વાર્ષિક પ્લાનની રકમ ૧૩૯૯ એકસાથે એડવાન્સ ચુકવી દેવાની હોવાથી ગ્રાહકોનાં પૈસા એક સાથે લોક થઈ જાય છે અને પછી એ ચૂકવેલી રકમ પેટે કંપનીએ દર્શાવેલ ઉપરોક્ત પ્લાન મુજબ માસિક (૨૮ દિવસ) ધોરણે નિયમિત રિચાજર્ કરી આપવાની જાહેરાત કરેલ છે.
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાએ આ સંદર્ભે માર્કેટમાં તપાસ કરતાં મોબાઈલ રિચાજર્ કંપનીઓ આવી સ્કીમો આપતી જોવા મળી રહી નથી તો એનાલોગ કંપની દ્વારા આવી જાહેરાત કરી કેવી રીતે ગ્રાહકોની સેવા આપી શકે? એ પ્રશ્ન પણ શંકાસ્પદ છે.!! વળી છાશવારે માર્કેટમાં આવી લોભામણી કે લલચામણી જાહેરાત કરી અને ગ્રાહકોને બે ચાર મહિના સેવા આપી અને બંધ થઈ જતી કંપનીઓ પણ જોવા મળે છે અને પછી લાલચનાં લોભમાં ગ્રાહકોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. ત્યાર બાદ આટલી નાની રકમમાં માથાકૂટ કોણ કરે? એવું વિચારીને પણ ગ્રાહક પસ્તાયાની લાગણી વ્યકત કરવા સિવાય કશી કાર્યવાહી કરતાં નથી.!!