ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે ૧ કરોડ રૂપિયા દાન આપ્યું

0
25
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૧

ભારતના પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયા દાન આપ્યું છે. ક્રિકેટરથી નેતા બનેલા ગંભીરે કહ્યું કે આ રકમ તેમણે અને તેમના પરિવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આપી છે, જે બધા ભારતીયોના સપનું છે.

પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરે કહ્યું હતું કે ભવ્ય રામ મંદિર બધા ભારતીયોનું સપનું છે. આ માટે મારા અને મારા પરિવારથી તરફથી આ રકમ એક નાનું યોગદાન છે. પાર્ટી નેતાઓએ જણાવ્યું કે દિલ્હી ભાજપાએ આખા શહેરમાં દાન એકત્ર કરવા માટે કૂપન જાહેર કરી છે, જે ૧૦ રૂપિયા, ૧૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની છે. દિલ્હી ભાજપા મહાસચિવ અને અભિયાનના સંયોજક કુલજીત ચહલે જણાવ્યું કે આનો ઉપયોગ લોકો પાસેથી દાન એકત્ર કરવા માટે કરવામાં આવશે.

દિલ્હીના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર બે વખત વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય રહ્યો છે. ગંભીરે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ૭૫ રનની ઇનિંગ્સ રમી હતી. વર્લ્ડ કપ ૨૦૧૧માં શ્રીલંકા સામે ફાઇનલમાં ૯૭ રન બનાવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here