ગોહિલ વાડ પંથકમાં ૨૨ સ્થળે ચોરી કરનાર પાંચ ઝડપાયા

0
8
Share
Share

ઘરેણા વેંચવા નિકળેલા માતા-પુત્રની પુછપરછમાં ગુન્હાઓનો ભેદ ઉકેલાયો

ભાવનગર, તા.૩૦

ભાવનગર-તળાજા હાઈ-વે પર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં  હતા તે દરમિયાન કારમાં  સોનાના ઘરેણા સાથે નીકળેલા માતા-પુત્રને ઝડપી પુછપરછ કરતા તેઓએ ભાવનગર પંથકમાં  ૨૨ જેટલા સ્થળોએ લાખોની ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રૂ.૧.૯૧ લાખના સોનાના ઘરેણા કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ચાઈનાનગર વિસ્તારમાં રહેતા જૈલસિંગ ઉર્ફે જૈલીસિંગ સારણસિંગ અને તેની માતા ચંદ્રકૌર જી.જે ૧ એચસી. ૬૧૧૯ નંબરની કારમાંથી પાલિતાણા-તળાજા હાઈવે પર પસાર થતા હતા ત્યારે એલસીબી પી.આઈ.વી.વી. ઓડેદરા અને પી.એસ.આઈ જાડેજા સહિતના સ્ટાફે બંને અટકાયત કરી કારની તલાસી લેતા તેની પાસેથી રૂ.૧.૯૧ લાખના સોનાના ઘરેણા મળી આવ્યા હતા.

માતા-પુત્રની પુછપરછ દરમિયાન તેઓએ મહેસાણા પંથકના ભરત મંગલ ભોટ,  જુગસિંગ મછીન્દ્રસીંગ ખીચી, મહેલુ ઉફે કાળુ પરેશ સોલંકી અને વડોદરાના સોનુસીંગ ઉર્ફે ગુરૂદેવસિંહ પ્રેમસીંગ અદ્રેલ નામના શખ્સો ભાવનગર આવી બંધ મકાનમાંથી ચોરી કરતા હોવાની  કબુલાત આપી છે.

ભાવનગર સિદ્ધી વિનાયક સોસાયટીમાં ગત જાન્યુઆરી માસમાં થયેલી રૂ.૪.૭૦ લાખની ચોરીની કબુલાત ઉપરાંત ભરતનગર, ઘોઘારોડ, બોળતળાવ અને તળાજા મળી ૨૨ સ્થળેચોરી કર્યાની કબુલાત આપી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here