ગોસા (ઘેડ) ગામેથી ખુંખાર દિપડો પાંજરે પુરાતાં ગ્રામજનોને રાહત

0
30
Share
Share

ગોસા (ઘેડ), તા.૭

ગોસા (ઘેડ) ગામે છેલ્લા ત્રણ દિલસથી સીમ વિસ્તારમાં દેખા દેતા દિપડાએ માનવસ્તિ ધરાવતા ગામમાં આટા ફેરા ખાતા અને ગોસા (ઘેડ) ગામ નજીક આવેલ ખાણોમાં ધામાં નાખતા અને વારંવાર ખાણામાંથી બહાર આવીને જાહેરમાં ટહેલતાં ગોસા (ઘેડ) તેમજ આજુબાજુના ગ્રમ્ય પંથકના લકોમાં ભય વ્યાપી ગયો છે.

બળેવ દિવસસે સાંજના ૮ વાગ્યાના આસપાસ દાડમદાદા સીમ વિસ્તારમાં રહેતા વનરાજસિંહ જેઠવાના મકાનનો વરંડો ઓળંગીને દીપડો નીકળતાં અને તેમી બાજુમાં આવેલ આણાં વયો જતાં આખી રાત તે વિસ્તારના લોકોએ જાગીને રાત પસાર કરી છે.

અગાઉ ગોેસા (ઘેડ) ગામ નજીકમાં આવેલ ગૌશાળામાં રહેલા બિન વારસુ બે નાના રખડું ખુંટીયાનું રાત્રીના સમયે મારણ કરતાં અને ગૌશાળામાં સતત ત્રણ દિવસ આવન જાવન કરતાં દિપડાને પકડવા માટે પાંજરૂ મુકવા સરપંચ પોલાભાઈ આગઠ અને સામાજીક કાર્યકર વિરમભાઈ આગઠે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતાં આ બીટના અધિકારી અરશીભાઈ ભાટુને તાકીદે ત્યાં ફોરેસ્ટના ભાટુભાઈ તથા નાગાભાઈ એ દિપડાના સગડ મેળવીને પાંજરૂ ગોઠવી દીંધુ છે.

ગઈ કાલે ફરી ગોસા (ઘેડ) ગામના દાદમાં દાદા સીમ વિસ્તારમાં દીપડાએ રાત્રીના દેખી દીધી હતી. અને રાત્રીના ૧૧ વાગ્યા લુઘી આ વિસ્તારના લોકોએ દીપડાના સગડ મેળવવા કવાયત કરી હતી પણ કાયાંય દીપડા જોવા ન મળતાં લોકો સુઈ ગયા હતાં ત્યાં રાત્રીના ૧૨ વાગ્યા પછી દાડમ દાદા સીમ વિસ્તારમાં રહેતા સામતભાઈ મેરખીભાઈના ઘરે પણ દીપડાએ દેખા દેતા અને લોકો જાગી જતાં હાહોકારો બોલાવતાં ત્યાથી દીપડો નજીક આવેલ ખાણમાં ભાગી ગયો હતો. અને મોડી રાત્રેના સામતભાઈ  રાણા મોઢવાણીયાના મકાનથી દીપડાએ જઈને ત્યાં બાંધેલ ૨૦ દિવસનાં પારડાને ઉપાડીને વરંડો ઠેકીને તેમના પડાવ એવા ખાણમાં નીકળી ગયેલો અને પાડરાનું મારણ કરીને મીજબાની કરી હતી. ત્યારે આ દીપડજો મામનવસ્તી તરફ આવીને કોઈ માનહાની કરે તે પહેલા અને પાંજરૂ દીપજડાના સગડ મેળવીને ગોછવવા સરપંચ પોલાભાઈ અને પત્રકાર વિરમભાઈ આગઠે રાણાવાવ બીટના ફોરેસ્ટ રાજુભાઈ કારેણા અને ગાર્ડ અરશીભાઈ ભાટુભાઈ અને ટ્રકેર નાગાજણભાઈ આગઠે અને વીરભાલ આગઠ એ જે વિસ્તારમાંથી મારણ કર્યું હતું તે વિસ્તારમાં દીપડાના સગડ મેળવીનેે પાંજરૂ ગોઠવામાં આવેલ. ત્યારે રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે આજે બાલુભાઈ નાગાભાઈ આગઠની વાડીમાં મુકેલ મારણ સાથેના પંજરામાં આબાદ રીતે ખુંખાર દીપડો પકડાય જતાં ગોસા (ઘેડ) સહિતના વિસાતરમાં રંજાડતો દીપડો પાંજરામાં કેદ થઈ જતાં ફોરેસ્ટર અને ગોસા ( ઘેડ) વાસીઓએ રાહતનો દમ લીધો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here