ગોલ્ડ મેડલ વિજેતા બિમલા મુંડા પરિવાર જીવડાવા માટે વેચે છે દેશી દારૂ

0
34
Share
Share

મુંબઈ,તા.૧૯

ઝારખંડની રહેવાસી બિમલા મુંડાએ કરાટેમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા છે. બિમલાએ ગોલ્ડ મેડલ જીતીને પોતાના પરિવાર, વિસ્તાર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. પરંતુ હવે તેની આર્થિક સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે તેને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ‘દેશી દારૂ’ વેચવો પડી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૧માં બિમલાએ ૩૪માં રાષ્ટ્રીય ખેલોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે હવે બિમલાને સરકારી નોકરીની જરૂરત છે પરંતુ તે ન મળતા બિમલા દેશી દારૂ વેચવા મજબૂર થયા છે. ગરીબ પરિવારથી હોવા છતાં બિમલાએ રમતમાં રસ દાખવ્યો. પોતાના રાજ્ય માટે અનેક મેડલ પણ જીત્યા. પરંતુ તેમ છતાં અત્યાર સુધી બિમલાને સરકારી નોકરી મળી નથી. મળતી માહિતી પ્રમાણે લોકડાઉન દરમિયાન બિમલાએ ઘણા કરાટે પ્લેયર્સને કોચિંગ આપવાનું પણ શરૂ કર્યું હતું. પરંતુ તેનાથી મદદ ન થઈ શકી.

ત્યાર બાદ પરિવારને આર્થિક મદદ કરવા માટે બિમલાને ચોખાની બિયર વેચવા મજબૂર થવું પડ્યું. બિમલાએ કોમર્સથી ગ્રેજ્યુએશન કર્યું છે. હાલ તેઓ રાંચીના કાંકે બ્લોકમાં પતરા ગોંડામાં પોતાના નાનાના ઘરે રહે છે. જોકે, બિમલાની કહાની વાયરલ થતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્‌વીટ કરી બિમલાની દરેક જરૂરી મદદ કરવાની વાત કહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here