ગોબરમાંથી બનેલી ચિપ મોબાઇલમાંથી નીકળતા રેડિયેશનને અટકાવે છે: કથીરિયા

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

ગાયને લઈને અનેક પ્રકારના દાવા કરાયા છે. તેમાં કેટલાકને લઈને વિવાદ પણ થઈ ચૂક્યો છે. હવે રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરને લઈને એક અલગ દાવો કર્યો છે જેની પર વિવાદ થઈ શકે છે. વલ્લભભાઈ કથીરિયાની માનીએ તો ગાયનું ગોબર રેડિએશન રોકી શકે છે, તેનો ઉપયોગ મોબાઈલમાં થવો જોઈએ.

રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ સોમવારે કામધેનુ દિપાવલી અભિયાનના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ગાયના ગોબરથી બનેલી એક ચિપનું ઉદ્ધાટન કર્યું. આ સમયે તેઓએ દાવો કર્યો કે આ ચિપ મોબાઈલ હેન્ડસેટથી નીકળનારા રેડિએશનને રોકવામાં મદદ કરશે. આ રેડિએશનને ઘટાડવામાં તેનો ઉપયોગ કરવો.

વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું કે ગાયના ગોબરથી બનેલી આ ચિપને મોબાઈલમાં રાખીએ તો રેડિએશનને ઘટાડવામાં મદદ મળશે. જો તમે બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તેનો ઉફયોગ કરી શકો છો. આ ચિપને ગૌસત્વ કવચ નામ અપાયું છે. ગૌસત્વ કવચને ગુજરાતના રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળાએ બનાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here