ગોધરા ખાણ ખનીજ વિભાગના કર્મચારી સામે આખરે ગુન્હો નોંધાયો

0
21
Share
Share

ગોધરા,તા.૧૧
પંચમહાલ જીલ્લાના ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કની કારમાંથી પાંચ લાખ ઉપરાંતની બિન હિસાબી રકમ મળી આવતા એસીબીએ સકંજો કસ્યો છે. જૂનિયર ક્લાર્ક શૈલેષ કુમાર અમૃતલાલ પટેલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ મૂજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જાગૃત નાગરિક દ્વારા એસીબીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ગોધરા ખાણ ખનીજ વિભાગના એક કર્મચારી વાહનમાં ગેરકાયદેસર રીતે મેળવેલ ખાનગી લાંચની રકમ લઇ ગોધરાથી ગાંધીનગર તરફ લઇ જતા હોવાની બાતમી આપી હતી. એસીબીની વિવિધ બે ટીમો બનાવીને ગોધરા-અમદાવાદ, ગાંધીનગર તરફ જતા રોડ પર વોચ ગોઠવામાં આવી હતી.જેમા વાવડી બુર્ઝગ ટોલનાકા પાસે આવેલી એક સ્વીફટ ડીઝાયર કારને રોકીને ચાલકને પુછપરછ કરતા તેનૂ નામ શૈલેષ કુમાર અમૃતલાલ પટેલ અને ખાણખનીજ વિભાગ,ગોધરા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતું. તેમની કારની ઝડતી કરતા એક રીવોલ્વર મળી આવી હતી.તે સર્દભ એસીબીએ પુછતા તે પરવાનાવાળી હોવાનુ જણાવ્યુ હતુ.
એસીબીએ કારની ડીકી તપાસતા એક કાળા કલરની બેગમાં ચલણી નોટોના જુદાજુદા બંડલો સાથેની કુલ ૫ લાખ ૧૪ હજાર ૧૦૦ રૂપિયાની રકમ મળી આવી હતી.આ સંર્દભે પુછપરછ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ પંચમહાલ એસીબી પોલીસ મથકે જાણવા જોગ એન્ટ્રી નોધી તપાસ કરતા જુનિયર ક્લાર્ક શૈલેષ પટેલે કોઈ સંતોષ કારક ખુલાસો કે આધારપુરાવો રજુ કર્યો નથી. આથી લોકફરજ અયોગ્ય તથા અપ્રામાણિક રીતે બજાવીને રોકડ રકમ મેળવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું બહાર આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સુધારા ૨૦૧૮)ની કલમ-૭ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. હાલ આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ કેવી લાકોડ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here