તા.૨૩-૦૨-૨૦૨૧ મંગળવાર
મેષ(અ.લ.ઈ.) :- જુના સંબંધો તાજા થાય મિલ્કતના પ્રશ્નોમાં કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા માતુશ્રીએ સહકાર રહેવાનો.
વૃષભ(બ.વ.ઉ.) :- તમારા કાર્યમાં કોઇ ન ધારેલી વ્યકિતનો સહકાર મલવાનો નોકરીમાં પ્રમોશન, ધાર્મિક કાર્યમાં સફળતા.
મિથુન(ક.છ.ઘ.) :- જન્મ સમયના ગ્રહો પ્રમાણે લાભાલાભ મલવાનો અંતરંગ વર્તુળમાં તમારા કાર્યની પ્રસંશા થવાની છે.
કર્ક(ડ.હ.) :- એકાગ્રતા કેળવવાથી લાભ રહે. નોકરીમાં લાભ મનગમતી જગ્યા મલે. કર્જમાં રાહતવાળો સમય.
સિંહ(મ.ટ.) :- મહેનતનું ફળ મલવાનું નોકરીમાં લાભ મલવાનો હરીફો ઉપર વર્ચસ્વ વધવાનું મિત્રોનો સહકાર રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- ભાઇ બહેનની સગાઇના કાર્યોમાં અનુકુળતા આત્મવિશ્વાસ કેળવવો. પ્રવાસમાં અનુકુળતા રહે.
તુલા(ર.ત.) :- નોકરી-ધંધામાં માહોલ અનુકુળ રહેવાનો પ્રવાસમાં અનુકુળતા ગુસ્સાને કાબુમાં રાખજો તમારા વર્તનમાં સુધારો જરૃરી.
વૃશ્ચિક(ન.ય.) :- શેર સટ્ટામાં વિચારપૂર્વક રોકાણ કરજો. ઉધારી ધંધાર્થી દૂર રહેજો વિદેશથી આર્થિક લાભ મલવાનો રોમાન્સમાં સફળતા.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- માનસિક તનાવ દૂર થાય. નોકરીમાં ફરફારોની ઇચ્છા ફળવાની નવા સંબંધો બનાવવાની ઇચ્છા ફળવાની.
મકર(ખ.જ.) :- વિદેશથી કે દૂરના અંતરેથી સારા સમાચાર સાથે સ્વાસ્થ્ય બાબત જાળવવું મનગમતી વ્યકિત સાથે મુલાકાત થાય.
કુંભ(ગ.શ.સ.) :- પરિવારના ઉત્સાહનો માહોલ ઉભો થાય મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. અભ્યાસમાં સફળતા રહે. પ્રવાસ થાય.
મીન(દ.ચ.ઝ.) :- કિંમતી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. પરિવારના વડીલો સાથે વ્યર્થ દલીલ બાજીથી દૂર રહેજો.